ઉત્તરપ્રદેશ: ઈટાવા લાયન સફારી પાર્કમાં બે સિંહણ કોરોના સંક્રમિત, બંનેને આઈસોલેટ કરાયા

New Update
ઉત્તરપ્રદેશ: ઈટાવા લાયન સફારી પાર્કમાં બે સિંહણ કોરોના સંક્રમિત, બંનેને આઈસોલેટ કરાયા

યુપીના ઈટાવામાં લાયન સફારીમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. લાયન સફારીમાં એક સિંહ કોરોના સંક્રમિત થયા પછી બે સિંહણ પણ સંક્રમિત થઈ છે. બંને સિંહણને આઈસોલેટ કરાયા છે અને તેમની સારવાર શરૂ થઈ છે. ઈટાવા સફારી પાર્કના ડિરેક્ટરે આ માહિતી આપી છે.

અગાઉ લાયન સફારીનો સિંહ કોરોના સંક્રમિત થયો હોવાનું ભારતીય વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બરેલી (આઈવીઆરઆઈ) માં હાથ ધરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું હતું.

આઇવીઆરઆઈના જોઇન્ટ ડાયરેક્ટર ડો. કેપી સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે ઈટાવાના લાયન સફારીમાંથી 14 સિંહ-સિંહણના 16 નમૂનાઓ પરીક્ષા માટે આઇવીઆરઆઈની બીએસએલ-3 પ્રયોગશાળામાં આવ્યા હતા. સિંહે કહ્યું કે ગુરુવારે હાથ ધરાયેલી આરટીપીઆરસીની તપાસમાં એક સિંહ કોરોના સંક્રમિત મળ્યો હતો. તેમણે શક્યતા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં કાનપુરના પ્રાણી સંગ્રહાલયોના સિંહ, વાઘ અને અન્ય જંગલી પ્રાણીઓના નમૂનાઓ કોરોના પરીક્ષા માટે આવશે.

Latest Stories