વડોદરા: પાણીગેટ વિસ્તારમાં આવેલ વિજય વલ્લભ હોસ્પિટલમાં લાગી આગ

New Update
વડોદરા: પાણીગેટ વિસ્તારમાં આવેલ વિજય વલ્લભ હોસ્પિટલમાં લાગી આગ

વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં આવેલી વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. આગને પગલે 10થી વધુ ફાયર બ્રિગેડની ટિમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં 23 જેટલા દર્દીઓ હતા જેમાંના 17 કોરોના પોઝીટીવ હતા અને તમામ દર્દીઓને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સીડીની મદદથી બહાર કાઢી રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની સામે આવી નથી.

આગની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. સૉર્ટ સર્કિટ થવાને પગલે આગ લાગી હોવાનું કારણ સામે આવ્યું છે. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.