વડોદરા: એ.ટી.એમ મશીન માં કિમીયાગીરી કરી છેતરપીંડી કરતી ગંગ ઝડપાઇ

New Update
વડોદરા: એ.ટી.એમ મશીન માં કિમીયાગીરી કરી છેતરપીંડી કરતી ગંગ ઝડપાઇ

એ.ટી.એમ મશીન માં કિમીયાગીરી કરી મશીન માં કાર્ડ દાખલ કરી રૂપિયા નીકળવા ના સમયે અન્ય આરોપી મશીનનો વીજ સપ્લાય બન્ધ કરી મશીન ના સ્લોટ માં ફસાયેલ રૂપિયા કાઢી લઈ અને એ.ટી.એમ પાછળ છપાયેલ કસ્ટમર કેર ના નંબર પર ફોન કરી રૂપિયા નથી મળ્યા મતલબ નો ક્લેઇમ કરી બેંકો સાથે છેતરપીંડી આચરતી ગેંગ ના હરિયાણા રાજ્ય ના ચાર આરોપીઓ ને ઝડપી પાડી તેઓ પાસેથી જુદી જુદી બેન્ક ના 34 એ.ટી.એમ કાર્ડ,6 આધાર કાર્ડ,4આધાર નકલ - રોકડા રૂપિયા - 37000/,1 ઇલેક્શન કાર્ડ -1 પાન કાર્ડ -1,2ડ્રાઇવિંગ લાયસન્સ ,1 ફ્યુઅલ કાર્ડ,5બ્લેન્ક ચેક,4 મોબાઈલ ફોન -4 એ.ટી.એમ સ્લીપ મળી આવેલ હતી.

ગેંગ ના સભ્યો વીતેલા 7 દિવસથી વડોદરા શહેર ખાતે રોકાઈ એ.ટી.એમ સેન્ટરો ને નિશાન બનાવી ગુના આચરતા હતા. સાયબર ક્રાઈમ દ્વારા ગુનાની વધુ તપાસ હાથ ધરાઇ.

Latest Stories