સરકારી જમીનને પચાવી તેના ઉપર વ્હાઇટ હાઉસ નામની આલીશાન બિલ્ડીંગ બનાવી દેવાના કિસ્સામાં બિલ્ડર સંજયસિંહ અને તેની પત્નીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા
સરકારી જમીનને પચાવી તેના ઉપર વ્હાઇટ હાઉસ નામની આલીશાન બિલ્ડીંગ બનાવી દેવાના કિસ્સાએ સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે, સરકારી દસ્તાવેજો સાથે ચેડા કરી જમીન હડપ કરવાના ષડયંત્રમાં વડોદરા જિલ્લા કલેકટરની સક્રિયતાને કારણે ભૂ-માફિયાઓનો ભાંડો ફૂટ્યો હતો.તેમજ બિલ્ડરો વિરુદ્ધની લેન્ડગ્રેબીંગ ફરિયાદ પણ થઈ હતી, દરમિયાન પોલીસે આરોપી સંજયસિંહ અને તેની પત્નીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં સરકારી વકીલ અનિલ દેસાઈની ધારદાર રજૂઆતો અને દસ્તાવેજી પુરાવો સાથે છેડછાડ કરી આરોપીઓ અને મળતીયાઓએ સરકાર વિરુદ્ધ છેતરપિંડી કરી હોવાનું જણવ્યું હતું સાથે જ વધુ તાપસ 14 દિવસના રિમાન્ડ પણ માંગ્યા હતા.જોકે નામદાર અદાલતે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અલબત્ત વ્હાઇટ હાઉસ બનાવનારની વિરુદ્ધ કાયદાનો ગાળિયો મજબૂત વિશે કસાયો છે ત્યાં બીજી તરફ સરકારી જમીનો હડપ કરનારા અનેક લોકોના પગ તળે પણ રેલો આવી શકે છે, જેને લઇ બિલ્ડર લોબી ફફડી ઉઠી છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170