વડોદરા : ખોડીયારનગરમાં પીવાના પાણીની લાઇનને મંજૂરી છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં, સ્થાનિકોમાં રોષ

New Update
વડોદરા : ખોડીયારનગરમાં પીવાના પાણીની લાઇનને મંજૂરી છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં, સ્થાનિકોમાં રોષ

વડોદરા શહેરના ખોડીયારનગર વિસ્તારમાં પીવાના પાણીની લાઇનના કાર્યને મંજૂરી આપવામાં આવી છે, તેમ છતાં આજદિન સુધી મનપા દ્વારા કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાતા કોંગ્રેસના આગેવાનો સહિત સ્થાનિકો દ્વારા પાલિકા ખાતે આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરા શહેરના ખોડીયારનગર પાસે આવેલા બ્રહ્માનગર અને સીતારામનગરમાં પીવાના પાણીની લાઇનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. તેમ છતાં આજદિન સુધી કોઈ કામગીરી હાથ ન ધરાતા વિસ્તારના કોંગ્રેસના અગ્રણી પવન ગુપ્તાની આગેવાનીમાં સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલને આવેદન પત્ર પાઠવી વહેલીતકે કામગીરી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી.