/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/24192754/maxresdefault-311.jpg)
વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક વૈભવી હોટલમાં મળી હતી.બેઠકમાં અપેક્ષા મુજબ જ જિલ્લા પંચાયતના પ્રમુખના રાજીનામાની માંગ સાથે હોબાળો મચતા બેઠક તોફાની બની હતી.જેને પગલે બંદોબસ્ત માં રહેલ પોલીસ સ્ટાફ હોટલ ખાતે પહોંચ્યો હતો.
વડોદરા જિલ્લા પંચાયતનું રાજકારણ પ્રમુખ ઈલાબેન ચૌહાણના રાજીનામાં ને લઈ ગરમાયુ છે. આજે પ્રમુખ ઈલાબેન ચૌહાણ ના જન્મ દિવસને લઈને સભા હોટલમાં યોજાઈ હતી.આ સભામાં પ્રમુખ ઇલાબેન ચૌહાણ સાથે ઉપપ્રમુખ મુબારક પટેલ, ડીડીઓ કિરણ ઝવેરી સહિત તમામ સભ્યો હાજર રહ્યા હતા. આ સભાની શરૂઆતમાં વિવિધ વિભાગો દ્વારા પોતાના પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. ભાયલી, ઉંડેરા ના સભ્યોને ન સમાવવાના મુદ્દા સાથે જ સભાની શરૂઆત થઈ હતી. જોકે પ્રમુખે આ અંગે હજી સુધી કોઈ અભિપ્રાય ન હોય સભ્યોને સભામાં સમાવવામાં આવ્યા હતા. દરમિયાન પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલે ડીડીઓ વિરુદ્ધ ઠપકા દરખાસ્ત મૂકતા વિવાદ થયો હતો. જોકે જિલ્લા પંચાયતના પ્રમુખના જન્મદિને સભા મળી હોય સારા વાતાવરણમાં સંપન્ન થાય તેવા ઉપપ્રમુખ મુબારક પટેલના પ્રયાસને પગલે ઘનશ્યામ પટેલે દરખાસ્ત પરત લીધી હતી. આજની સભા આમ તો જિલ્લા પંચાયતની આખરી સભા હશે. પરંતુ આ સભામાં અંદાજપત્ર ના સુધારાના કામ ને લઈ પાછો વિવાદ થયો હતો અને વિપક્ષના સભ્યો આ મુદ્દે સામસામે આવી ગયા હતા. જોકે વિવાદ થતા આ કામ મુલતવી કરાયું હતું. સભા અંગે ઉપપ્રમુખ મુબારક પટેલે પ્રમુખ નો જન્મદિવસ હોય વિવાદ સાથે સભા પૂર્ણ ન થાય તેવા પ્રયાસ કર્યા હતા. જોકે પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તની રજૂઆત કરાઈ છે. પરિણામ આવનાર સમયમાં જોવા મળશે તેમ જણાવ્યું હતું.જ્યારે ડીડીઓ કિરણ ઝવેરીએ ઠપકા દરખાસ્ત મુદ્દે કહ્યું હતું કે અમારા તમામ વિભાગો કામ કરે છે એટલે આવી પ્રેસર ટેકનિકની કોઈ અસર નહીં થાય. જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખના જન્મદિવસના દિવસે મળેલી સામાન્ય સભા સારી રીતે પૂર્ણ થતા રાહત અનુભવી હતી અને જન્મદિનની પાર્ટી આપવાની હોય તો હોટલમાં રાખી હોવાની વાત કરી હતી. ખર્ચ પ્રમુખ ભોગવશે જ્યારે ઉપપ્રમુખે ખર્ચ આપવાની તૈયારી ને પણ આવકારી હતી. અંદાજપત્રના કામને વિવાદના કારણે મુલતવી કરાયું હોવાનું જણાવી અવિશ્વાસની દરખાસ્ત અંગે તારીખો જાહેર કરવાની પણ વાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નીતિ વિષયક નિર્ણય લેવા અંગે મળેલી આ સામાન્ય સભા કોરોના મહામારી નિયંત્રણ માટેના બજેટ અને ખર્ચ સહિતની વિગતો તેમજ પ્રજા અંગેની રજૂઆત ને લઈ સભામાં ગરમાવો આવ્યો હતો જ્યારે આ સભામાં કેટલાક સભ્યોએ વોકઆઉટ પણ કર્યું હતું.