/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-111.jpg)
વડોદરા શહેર-જિલ્લામાં આજે ગણેશજીના વિસર્જન માટે તમામ જળાશયો તેમજ કૃત્રિમ તળાવ પર મોટી સંખ્યામાં મંડળો દ્વારા શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેરના રેસકોર્સ રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના ગણેશ મંડળ દ્વારા વિદેશી ટેકનોલોજી સાથે તૈયાર કરાયેલ કુંડમાં ગણેશજીની માટીની પ્રતિમાઓનું વહેલી સવારથી જ વિસર્જન માટે મોટી સંખ્યામાં વિવિધ મંડળો ઉમટી પડ્યા હતા. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા માટીની મૂર્તિઓ અને વિસર્જન કુંડ સુધી લાવવા માટે વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ તમામ વ્યવસ્થા નિહાળવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સ્થળની મુલાકાત લઇ મંડળની કામગીરીને બિરદાવી હતી. આજના દિવસમાં ૬૦૦થી પણ વધુ ગણેશજીની માટીની પ્રતિમાઓનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિસર્જન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગજરાજની ઉપસ્થિતિમાં ગણપતિજીને નમન કરી પૂજા-અર્ચના સાથે શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.