/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-82.jpg)
વડોદરાના ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યાના કેસમાં 11 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો વડોદરા સેસન્સ કોર્ટે આદેશ કર્યો છે. મુકેશ હરજાણીની હત્યામાં વપરાયેલુ હથિયાર પણ પોલીસને મળ્યું ન હતું. જેથી તમામ આરોપીઓ શંકાનો લાભ લઇને નિર્દોષ છૂટી ગયા છે.
વડોદરા શહેરના હરણી રોડ પર આવેલી વૃંદાવન ટાઉનશીપ પાસે 20 ઓક્ટોબર, 2016ના રોજ કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણીની શાર્પ શૂટરોએ 9 રાઉન્ડ ગોળીબાર કરી હત્યા કરી નાખી હતી. જેલમાંથી છુટેલો કુખ્યાત મુકેશ હરજાણી તેના મિત્ર પપ્પુને મળવા માટે આવ્યો હતો. મુકેશ હરજાણી તેની કારમાં બેસવા જતો હતો ત્યારે તેના પર ગોળીબાર કરાયો હતો. ગોળીબારમાં 8 જેટલી ગોળીઓ મુકેશના શરીરમાં ઘૂસી ગઇ હતી. એક મિસ ફાયર થયું હતું. પોલીસે આ કેસમાં 11 આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ વડોદરા સેસન્સ કોર્ટના જજ એચ.આઇ. ભટ્ટની કોર્ટમાં ચાલી જતા આજે કલ્પેશ ઉર્ફે કાછીયો અંબાલાલ પટેલ, સંજય ઉર્ફે આરડીએક્સ, અનિલ ઉર્ફે એન્થોની, વિજુ સિંધી સહિત 11 આરોપીઓને છોડી મૂકવાનો આદેશ કરાયો છે. પોલીસ મુકેશ હરજાણીની હત્યામાં વપરાયેલું હથિયાર ન શોધી શકતાં આરોપીઓને શંકાનો લાભ મળી ગયો હતો.