/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-244.jpg)
વડોદરાની ગરબા ક્વિન મિતાલી શાહ અને તેનું ગૃપ 27 મીટર ઘેરની 7 કિલો વજનની ચણીયા ચોળી પહેરીને ગરબા રમશે. પદમાવત ફીલ્મમાં દીપીકા પાદુકોણે જે ચણીયા ચોલી પહેરી હતી તેની ડીઝાઇનમાં થોડો ફેરફાર કરાયો છે.
ગરબા કવીન મિતાલીએ જણાવ્યું કે, ગરબા મારો શોખ છે. જે શોખને પૂરો કરવા માટેજ હું દર વર્ષે કંઇક નવું કરું છું. આ વર્ષે મેં પદ્માવત્ ફિલ્મમાં દિપીકા પાદુકોણે પહેરેલી ચણીયા ચોળીની થીમ ઉપર ચણીયાચોળી બનાવી છે. રૂપિયા 25 હજારની કિંમતની ચણીયાચોળી પહેરીને 15 યુવતીઓનું ગૃપ ગરબે ઘૂમશે. આ ચણીયાચોલીનું 10 કીલોથી વધુનું વજન ધરાવે છે. ગત વર્ષે મેં સુપરહિટ ફિલ્મ બાજીરાવ મસ્તાને અને પદ્માવત ફિલ્મમાં દિપીકા પાદુકોણે પહેરેલી ઘેરવાળી ચણીયાચોળીની થીમ ઉપર ચણીયા ચોળી બનાવી હતી. આ વખતે કોઇ ફિલ્મમાં ચણીયાચોળીનો ટ્રેન્ડ જોવા મળ્યો ન હતો. આથી પદ્માવત્ ફિલ્મમાં દિપીકા પાદુકોણે પહેરેલી ગત વર્ષની મારી પાસેની ચણીયાચોળીમાં સુધારો કરીને નવી ચણીયાચોળી તૈયાર કરી છે.
ચણીયાચોળીમાં જ્યોર્જેટ, સિલ્ક અને નેટ મટીરીયલ સહિતના મટીરીયલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે.આ વખતના નવરાત્રિ માટે તૈયાર કરવામાં આવેલી ચણીયાચોળીનો ઘેર 27 મીટરનો છે. આભુષણો સાથે ચણીયાચોળી પહેરીને 10 કિલો વજન સાથે હું અને મારું ગૃપ ગરબા રમીશું. એક ચણીયાચોળી રૂપિયા 25 હજારમાં તૈયાર થઇ છે. હજારો યુવતીઓ અને યુવાનોઓમાં અમારું ગૃપ ઓળખાઇ આવે તે માટે પ્રતિવર્ષે હું નવરાત્રિના પાંચ-છ દિવસ પહેલાં ચણીયાચોળી, આભુષણોની તૈયારી શરૂ કરી દઉં છું.
ઉલ્લેખનિય છે કે, ગરબા ક્વિન મિતાલી શાહ ગો સેલેબ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવમાં બ્રાન્ડ એમ્બેસેડર છે.