વડોદરા : કોટાલી ખાતે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ૧૨૫ ગેસ બોટલોની કરાઇ ચોરી

New Update
વડોદરા : કોટાલી ખાતે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ૧૨૫ ગેસ બોટલોની કરાઇ ચોરી

તાલુકા પોલીસે ગુનો નોંધી ચોરોના પગેરૂ શોધવા કવાયત હાથધરી

વડોદરા શહેર નજીક આવેલી ગેસ એજન્સી ના ગોડાઉનના તાળાં તોડી અને તસ્કરો સવાસો જેટલા ગેસ સીલીન્ડરની ચોરી કરી નાસી છુટ્યા હતા. જયારે આ મામલે ગેસ એજન્સી માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે આવેલા કોટાલી ગામની સીમમાં આવેલા ઇન્ડિયન ઓઈલ હેપ્પી હોમ ગેસ એજન્સી ના ગોડાઉનમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. અને ગોડાઉન ના તાળા તોડી અને ગેસ સીલીન્ડરની ચોરી કરી હતી. વહેલી સવારે જયારે ગોડાઉન કીપર સ્થળ પર આવી તપાસતા ગોડાઉન ના તાળા તૂટેલા જણાઈ આવ્યા હતા.

જયારે ગણતરી કરતા ગોડાઉનમાં મુકેલા આશરે ૧૨૫ જેટલા ગેસ સીલીન્ડર ની ચોરી થવા પામી હતી. આટલા બધા ગેસ સિલિન્ડર ની ચોરી કારી તસ્કરો લઇ ગયાની ઘટના એ ઘણું આશ્ચર્ય જગાવ્યું છે. જયારે તસ્કરો કોઈ વાહનમાં આટલા બધા ગેસ સિલિન્ડર લઇ ગયા હોવાનું મનાઈ રહ્યું છે. આ મામલે તાલુકા પોલીસે ચોરી અંગે ગુન્હો નોંધી વધુ તપાસ આરંભી છે.

Latest Stories