વડોદરાઃ કમાટીબાગમાં કૂતરા કરડતા ૬ હરણે ગુમાવ્યા જીવ

New Update
વડોદરાઃ કમાટીબાગમાં કૂતરા કરડતા ૬ હરણે ગુમાવ્યા જીવ

મોતની ઘટનામાં સિકયુરિટી ગાર્ડની બેદરકારી સામે આવી

વડોદરા શહેરના કમાટીબાગના પ્રાણી સંગ્રાલયમાં બાગના પાછળના ભાગેથી ૩ જેટલા રખડતા કૂતરાઓએ ૮ હરણને કરડી ગયા હોવાની ઘટના સામે આવી છે. કૂતરાના ૮ હરણને કરડવાની ઘટનામાં ૬ હરણના મોત થયા હતાં.આ ઘટનાની જાણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને થતા અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ કર્યા છે.

વડોદરા કમાટીબાગના ઝૂ કયુરેટર પ્રત્યુસ પાટણકરના જણાવ્યા અનુસાર ૬ હરણના મોતની ઘટનામાં સિકયુરિટી ગાર્ડની બેદરકારી સામે આવી છે. આ ઘટના અંગે બે દિવસમાં રિપોર્ટ તૈયાર કરીને વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરને રજૂ કરવાનો રહેશે. ઘટના અંગે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને પણ જાણ કરવામાં આવશે. વધુમાં પાટણકરે જણાવ્યું હતું કે, કમાટીબાગ ઝુમાં હરણના પિંજરાની ફરતે કમ્પાંઉન્ડ પરથી જાળી ઉંચી કરવામાં આવશે.

Latest Stories