વડોદરા : ખોડીયારનગરમાં પ્લાયવુડના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ દિવસમાં આગના 3 બનાવ

New Update
વડોદરા : ખોડીયારનગરમાં પ્લાયવુડના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ દિવસમાં આગના 3 બનાવ

વડોદરા શહેર કે જયાં ત્રણ દિવસમાં આગના ત્રણ બનાવો બન્યાં છે અને આના માટે શોર્ટસર્કીટને જવાબદાર ગણવામાં આવે છે. રવિવારે ખોડીયારનગર વિસ્તારમાં આવેલાં પ્લાયવુડના શો-રૂમ તથા ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી..


વડોદરાના ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલી આદર્શ વિદ્યાલયની બાજુમાં પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. શોરૂમ તથા ગોડાઉનની આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી અને ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને પાણી મારો શરૂ કર્યો હચો અને ભારે જહેમદ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવા પાછળ શોર્ટસર્કીટને જવાબદાર ગણવામાં આવી રહયું છે. છેલ્લા ત્રણ દિવસમાં આગના ત્રણ બનાવો નોંધાય ચુકયાં છે. જેમાં નાગરવાડા વિસ્તારમાં ગેસની પાઇપલાઇનમાં આગ, વાઘોડીયા જીઆઇડીસીની કંપનીમાં આગ તથા વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં મોબાઇલ ટાવરના આગનો સમાવેશ થાય છે..

Latest Stories