/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/maxresdefault-33.jpg)
વડોદરામાં લોકોમાં ધાક જમાવતા ત્રણ ડોનને પોલીસે મરધા બનાવી લોકોમાંથી ડર ઓછો કરવાનો કર્યો પ્રયાસ
વડોદરા શહેરમાં લોકો ઉપર ખોફ જમાવીને ગૂંડાગીરી કરતા તત્વોને પોલીસે સબક શીખવાડવાનું ચાલું કર્યું છે. જેમાં જાહેરમાં પોતાના વિસ્તારમાં સરઘસ કાઢવાથી લઈને અલગ અલગ પ્રકારે તેમને લોકો સામે પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પોલીસે પોતાની જાતને ડૉન તરીકે ઓળખાવતા ત્રણ શખ્સોને પોલીસે મરઘા બનાવ્યા હતા.
પોલીસે ત્રણ શખ્સોને કૂકડા બનાવી તેમની પાસે પોતાના મોઢે જ બોલાવડાવ્યું હતું. જે વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં 'મૈં અજ્જુ કાણિયા, અબ મૂરઘા બન ગયા હૂં... કુકડે કૂ...કુકડે કૂ....'. અત્રે ઉલ્લેખનીય છે કે, ડોન થઇને ફરતા ખંડણીખોર અજ્જુ કાણિયાને વેપારી પાસે મહિને રૂા.1 હજારનો હપ્તો અને કેસના ખર્ચના 5 લાખની ખંડણીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે પકડીને વરઘોડો કાઢ્યો હતો. બાદ કૂકડો બનાવતા તેણે આ શબ્દો ઉચ્ચાર્યા હતાં.
વાસણા રોડ બીનાનગરનો મોહંમદ ઉવેશ નુરમોહમદ મેમણ મંગળબજારમાં દુકાન ધરાવે છે. ગત મે મહિનામાં અજ્જુ કાણિયા મોહંમદ સિંધીએ ખંડણી માગતાં ઝઘડો થયો હતો.ઉવેશ અને તેના બે મિત્રોએ અજ્જુ પર ફાયરિંગ પણ કર્યું હતું. આ કેસમાં જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ફરીવાર ઉવેશ પાસે હપ્તો અને કેસના ખર્ચના રૂપિયા માગ્યા હતાં. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી અજ્જુ કાણિયો, મોગલવાડાનો જાવેદ ઉર્ફે પિંટુ મનસુરી અને વાડી જહાંગીરપુરાના આરીફ ઉર્ફે માંજરો અબ્દુલઅઝહર શેખની ધરપકડ કરી હતી.
પોલીસે ત્રણેનું જાહેરમાં સરઘસ કાઢી મુરઘા બનાવ્યા હતા. અજ્જુ કાણીયાએ મુરઘો બની મૈં અજ્જુ કાણિયા, અબ મુરઘા બન ગયા હું.. કુકડે કૂ.. કુકડે કૂ.. કહ્યું હતું. આ જ રીતે આરીફ ઉર્ફે માંજરાએ પણ કૂકડે કૂ .. કર્યું હતું.જ્યારે જાવેદ ઉર્ફે પિંટુ તો કૂકડે કૂ પણ બોલી શકતો ન હતો. તેણે તો કૂક, કૂઉંક કર્યુંહતું. અજ્જુ કાણીયો જેલમાંથી બહાર આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે ક્યાં ક્યાં બેઠકો કરતો હતો અને કોણ તેને પીઠબળ આપી રહ્યું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે.