વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના 3 ઢોરવાડા પૈકી ખાસવાડી ઢોરવાડામાં 5 દિવસ અગાઉ 3 ઢોરમાં લમ્પિ વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા કોર્પોરેશને ત્રણેય ઢોરની સારવાર શરૂ કરી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના 3 ઢોરવાડા પૈકી ખાસવાડી ઢોરવાડામાં 5 દિવસ અગાઉ 3 ઢોરમાં લમ્પિ વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જેની કોર્પોરેશનને જાણ થતા તરત જ ત્રણેય ઢોરને અલગ અલગ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ ત્રણેય ઢોરને 99 ટકા રિકવરી આવી ગઇ છે. આમ છતાં સાવચેતીના ભાગરૂપે ત્રણેય ઢોરને અલગ રાખવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા રોડ પરથી જે રખડતા ઢોર પકડે છે, તે લાલબાગ, ખાસવાડી અને ખટંબા ઢોરવાડા ખાતે રાખવામાં આવે છે. હાલમાં અહીં 600 જેટલા ઢોર છે. જોકે, બાકીના તમામ ઢોરમાં કોઇ તકલીફ નથી અને હાલ લમ્પિ વાયરસના વાવર વચ્ચે તકેદારી લેવામાં આવી રહી છે. ઉપરાંત સરકારની ગાઇડલાઇન મુજબ ઢોરોને જરૂરી રસીકરણ કરવા ઉપરાંત રૂટિન ચેકઅપ અને સ્વચ્છતા જળવાઇ તેમજ માખી-મચ્છરનો ઉપદ્રવ ન રહે તે માટે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ ગુજરાતના 14 જિલ્લામાં લમ્પિ વાયરસ વકર્યો છે. લમ્પિ નામનો આ ચામડીનો રોગ કેપ્રિપોક્સ વાયરસ પરિવારના લમ્પિ સ્કિન વાયરસ દ્વારા પ્રાણીઓમાં થતો રોગ છે. જોકે, આપણે વ્યાપક કાળજી લઈએ તો પ્રાણીઓને આ રોગથી સંક્રમિત થતા અટકાવી શકીએ છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170