New Update
સંસ્કારી નગરી વડોદરામાં હવે ભુવા પડવાની ઘટના સામાન્ય બની રહી હોય તેવું લાગી રહ્યું છે.
આજરોજ વડોદરાના સુસેણ રોડ પર ડ્રેનેજ પ્રોજેક્ટ લાઈન પર મોટો ભુવો પડ્યો હતો. એસઆરપી ગ્રુપની સામે માર્ગ પર ભુવો પડતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ કોર્પોરેશનના અધિકારીઓન અને ફાયર ફાયટરો દોડી આવ્યા હતા.લગભગ 8થી10 ફૂટ મોટો ભુવો પડ્યો હતો. જે જગ્યાએ ભુવો પડ્યો એ સ્થળની નજીક જ ખાનગી શાળા પણ આવેલી છે. વડોદરામાં માર્ગ પર વારંવાર ભુવા પડવાની ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
Latest Stories