Connect Gujarat
વડોદરા 

વડોદરા છેલ્લા 20 દિવસથી ફરાર હરણી બોટકાંડના વધુ 2 આરોપીની ધરપકડ, પ્રોજેક્ટમાં હતા 5-5 ટકાના ભાગીદાર

હરણી બોટકાંડમાં છેલ્લા 20 દિવસથી ફરાર વધુ 2 આરોપી એવા દીપેન શાહ અને ધર્મિન શાહ ઝડપાયાં પોલીસના હાથે ઝડપાયા

X

હરણી બોટકાંડ મામલે પોલીસને મળી વધુ એક સફળતા

છેલ્લા 20 દિવસથી ફરાર વધુ 2 આરોપીઓની ધરપકડ

બન્ને આરોપીઓની પોલીસ દ્વારા કરવામાં આવી પૂછપરછ

બન્ને આરોપીઓ પ્રોજેક્ટમાં 5-5 ટકાના ભાગીદાર : પોલીસ

ફરાર 4 આરોપીને પણ વહેલીતકે ઝડપી લેવાશે : પોલીસ

વડોદરા શહેરના ચકચારી હરણી તળાવ બોટકાંડ મામલે પોલીસે છેલ્લા 20 દિવસથી ફરાર વધુ 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આ ગોઝારી ઘટનાના જવાબદારો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે હરણી બોટકાંડમાં છેલ્લા 20 દિવસથી ફરાર વધુ 2 આરોપી એવા દીપેન શાહ અને ધર્મિન શાહ ઝડપાયાં પોલીસના હાથે ઝડપાયા છે. આ બન્ને આરોપી મુંબઇથી વડોદરા આવતાં હત્યા, ત્યારે પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.

બન્ને આરોપીઓ પ્રોજેક્ટમાં 5 - 5 ટકાના ભાગીદાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો બીજી તરફ, હરણી બોટકાંડમાં આરોપી ગોપાલ શાહ અને પરેશ શાહના રિમાન્ડ પૂર્ણ થતાં બન્નેને જેલ ભેગા કરવામાં આવ્યા છે. હરણી કાંડમાં પોલીસે અત્યાર સુધી 14 આરોપીઓની ધરપકડ કરી છે. તો આ તરફ, FSL રિપોર્ટમાં 2 મુખ્ય કારણો સામે આવ્યા છે. જેમાં બોટમાં ક્ષમતાથી વધારે વજન હોવાને કારણે બોટ પલટી હતી, અને બીજું બાળકોને લાઇફ જેકેટ પહેરાવામાં આવ્યા ન હોવાનું મુખ્ય કારણ છે.

સાથે જ પોલીસે લેક્ઝોનનો કોન્ટ્રાક્ટ કરનાર નોટરીની પણ પૂછપરછ હાથ ધરી છે. જોકે, અન્ય ફરાર 4 આરોપીઓને પણ વહેલી તકે ઝડપી પાડવા પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. ઉપરાંત ફરાર આરોપીઓ વિરુદ્ધ કલમ 70નું વોરંટ જારી કરવામાં આવ્યો છે. જેમાં ફરાર આરોપીઓ હાજર નહીં થાય તો તમામની મિલકતો સીલ કરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જાણવા મળ્યું છે.

Next Story