PM મોદી અને સ્પેનના PM સાન્ચેઝના આગમન સમયે શહેરના 33 રોડ રહેશે બંધ

ન્યૂ VIP રોડ ટાટા એડવાન્સ સિસ્ટમ લિ.ના સી-295 એરક્રાફ્ટના અંતિમ એસેમ્બલી લાઇનના ઉદ્ઘાટન માટે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવશે.

a
New Update

ન્યૂ VIP રોડ ટાટા એડવાન્સ સિસ્ટમ લિ.ના સી-295 એરક્રાફ્ટના અંતિમ એસેમ્બલી લાઇનના ઉદ્ઘાટન માટે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવશે. જ્યારે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ રવિવારે વડોદરા આવશે. તેઓ અલકાપુરી આઈટીસી વેલકમ હોટલમાં રોકાશે.

રવિવાર રાત્રે 10થી રાત્રે વાગ્યા સુધી અને સોમવારે સવારે વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટાટા કંપનીથી એરપોર્ટ સર્કલ વાયા ફતેગંજથી લક્ષ્મીવિલાસ પેલેસના રૂટમાં આવતા 33 રોડ બંધ કરવામાં આવશે.

એરપોર્ટથી ટાટા કંપની સુધી સોમવારે વડાપ્રધાનનો રોડ શો યોજાશે. જેને પગલે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમણે 33 રોડ પ્રતિબંધિત જાહેર કરી તેના વૈકલ્પિક રસ્તા જાહેર કર્યા હતા.આ સિવાય રૂટમાં આવતા 3 મુખ્ય સર્કલ ખાતેથી એક તરફથી અન્ય તરફ જવા માટે ફક્ત રોડ ક્રોસ કરી શકાશે. આ અંગે એક્સેસ પોઇન્ટ અલગથી દર્શાવવામાં આવ્યા હતા. લોકો ફક્ત રોડ ક્રોસ કરી શકશે, વડાપ્રધાનના રૂટ પર જઈ શકશે નહીં.  

આ સમય દરમિયાન મુક્તાનંદથી L & T સર્કલ થઈ GIPCL સર્કલ થઈ સમા થઈ જે-તે તરફ જઈ શકાશે.એલ એન્ડ ટી સર્કલ જતા વાહનો ફક્ત રોડ ઓળંગી શકાશે. કારેલીબાગકાશીબા હોસ્પિટલથી નરહરિ સર્કલ થઈ પેવેલિયન સર્કલ થઈ, રોઝરી સ્કૂલ-એસટી ડેપો તરફ જતા વાહનો નરહરિ સર્કલથી ફક્ત રોડ ક્રોસ કરી શકશે.રેલવે સ્ટેશનથી કાલાઘોડા સર્કલથી આરાધના સિનેમા ત્રણ રસ્તા તરફ જતા વાહનોને કાલાઘોડા અને બરોડા ઓટો મોબાઇલ તરફ ફક્ત રોડ ક્રોસ કરી શકશે. જ્યારે પ્રતિબંધિત સમયે જે લોકોની ફ્લાઇટ હોય તેવા લોકો પોતાની ફ્લાઇટની ટિકિટ સાથે રાખીને સ્થળ પર હાજર પોલીસને તે બતાવશે તો તેઓ પ્રતિબંધિત રોડનો ઉપયોગ કરી શકશે.આ સિવાય ઈમર્જન્સી સર્વિસ સાથે જોડાયેલ એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ તથા પોલીસનાં વાહનોને જાહેરનામા માંથી મુક્તિ આપવામાં આવી છે. 

 

#Gujarat #CGNews #Vadodara #President #PM Modi #Spain #Road closed
Here are a few more articles:
Read the Next Article