વડોદરા: ડભોઇમાં વિધવા માતા સાથે પતિ તરીકે રહેતા કાકાએ સગીર યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી ચકચાર

વડોદરા જિલ્લાના ડભોઇમાં શ્રમજીવી પરિવારની  સગીરા ઉપર વિધવા માતા સાથે પતિ તરીકે રહેતા કાકા જ હવસખોર બન્યો હતો,અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે.

New Update

ડભોઇમાં પિતા સમાન કાકાની હેવાનિયત 

વિધવા માતા સાથે પતિ તરીકે રહેતા કાકા બન્યો હેવાન 

સગીર યુવતીને બનાવી હવસનો શિકાર 

કાકા દીકરી સમાન સગીરાનું ચીરહરણ કરતો

પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી તપાસ  

વડોદરા જિલ્લાના ડભોઇમાં શ્રમજીવી પરિવારની  સગીરા ઉપર વિધવા માતા સાથે પતિ તરીકે રહેતા કાકા જ હવસખોર બન્યો હતો,અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. પિડીત સગીરા અને માતાએ  પોલીસ અધિક્ષકને રજૂઆત કર્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વડોદરા જિલ્લાના ડભોઇમાં સગીર યુવતીના પિતાનું 11 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. ત્યાર  બાદ સગીરા તેની માતા અને ભાઈ સાથે ડભોઇમાં રહેતી હતી.તેઓની સાથે છેલ્લા સાત વર્ષથી વિધવા માતાના પતિ તરીકે લાલા નગીનભાઈ વસાવા રહેતો હતો. સગીરાની માતા મજૂરી કામે જાય ત્યારે લાલા વસાવા પોતાની દીકરી સમાન સગીરા ઉપર દાનત બગાડતો હતો અને શારીરિક છેડછાડ કરતો હતો. વિધવા માતા સાથે પતિ તરીકે રહેતા હવસખોર લાલા નગીન વસાવાને યુવતી કાકા તરીકે બોલાવતી હતી. સગીરાને હવસખોર લાલા વસાવા વિધવા માતા સાથે પતિ તરીકે રહે તે બિલકુલ પસંદ ન હતું.પરંતુ સગીરા વિધવા માતાનો લાલા વસાવાને ઘરમાં રાખવા સામે વિરોધ પણ કરી શકતી ન હતી.

ડભોઇ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ત્રણ માસ પહેલા સગીરા ઘરમાં એકલી હતી અને તેની માતા મજૂરી કામે ગઇ હતી. તે દરમિયાન હવસખોર લાલા વસાવાએ સગીરાની એકલતાનો લાભ લઇને દુષ્કર્મ આચર્યું હતું. અને કોઇને આ બાબતની જાણ ન કરવા માટેની ધમકી આપી હતી. તે બાદ હવસખોરે ત્રણ દિવસ પૂર્વે પુનઃ એકવાર  સગીરાની એકલતાનો લાભ લઇને સગીરાની મરજી વિરુદ્ધ ઘરમાં જ દુષ્કર્મ આચર્યું  હતું. તે દિવસે પણ હવસખોર  લાલા વસાવાએ સગીરાને કોઇને જાણ ન કરવા માટે ધમકી આપી હતી.

કાકાની હવસનો ભોગ બનેલી સગીરા ઘરમાં રડતી હતી. તે દરમિયાન ઘરે આવી પહોંચેલી તેની નાની અને માતા ઘરે આવતા તેને ઘટના અંગે જણાવ્યું હતું.પોતાની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર પતિ તરીકે રહેતા લાલા નગીન વસાવા સામે ફરિયાદ નોંધાવવા માટે માતા સગીરાને લઈને ડભોઇ પોલીસ મથકમાં પહોંચી હતી. પરંતુ ડભોઇ પોલીસે સગીરા અને તેની માતાને સમાજમાં બદનામી થશે તેવી વાત કરી હતી. અને ફરિયાદ ન કરવા સમજાવી હતી. ઉપરાંત  લાલા નગીન વસાવાને પોલીસ મથકમાં બોલાવી કાયદાની ધમકી આપીને રવાના કરી દીધો હતો. પરંતુ તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી ન હતી.

ડભોઇ પોલીસ દ્વારા  દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાની ફરિયાદ ન દાખલ કરતા આખરે સગીરા અને તેની માતા બુધવારે જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદને લેખિત રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને ફરિયાદ કરવાની માંગણી કરી હતી. દરમિયાન એસ.પી. રોહન આનંદે ડભોઇ પોલીસને દુષ્કર્મનો ભોગ બનેલી પીડીતાની ફરિયાદ દાખલ કરવા અને કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપતા આખરે ડભોઇ પોલીસના પી.આઈ. કે. જે. ઝાલાએ સગીરાની ફરિયાદના આધારે હવસખોર લાલા નગીન વસાવાની સામે દુષ્કર્મનો અને ધમકી આપવાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટના શ્રમજીવી આદિવાસી પરિવારમાં બનેલી હોવાથી જિલ્લા પોલીસ અધિક્ષક  રોહન આનંદે આ બનાવની વધુ તપાસ I.U.C.A.W. ઇન્વેસ્ટિગેટિવ યુનિટ ફોર ક્રાઇમ અગેઇન્સ્ટ વુમન યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન.રાઠવાને સોંપી છે.
#Gujarat #CGNews #Vadodara #rape #Dabhoi #Rape case #Step Father
Here are a few more articles:
Read the Next Article