વડોદરામાં વિશ્વામિત્રી નદીના મહાકાય મગરે શ્વાનને પોતાનો કોળિયો બનાવ્યો

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરે એક શ્વાનને પોતાનો કોળિયો બનાવ્યો હતો,જે ઘટના સ્થાનિક નાગરિકોએ મોબાઈલના કેમેરામાં કંડારી હતી.

author-image
By Connect Gujarat Desk
dog atc
New Update

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરે એક શ્વાનને પોતાનો કોળિયો બનાવ્યો હતો,જે ઘટના સ્થાનિક નાગરિકોએ મોબાઈલના કેમેરામાં કંડારી હતી.

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ભાગ્યેજ જોવા મળતો મગરના હુમલાનો વીડિયો સામે આવ્યો છે. વહેલી સવારે નદીમાં મગર ખોરાકની શોધમાં હતો,તે સમય દરમિયાન એક શ્વાન નદી કિનારે આવી પહોંચ્યો હતો.જોકે શ્વાનને ખ્યાલ પણ નહોતો કે તેનો શિકારી નદીમાં તેની પ્રતીક્ષા કરી રહ્યો છે. 

મહાકાય મગરે નદી કિનારે આવેલા શ્વાનને જોતા જ એ જ પાણીમાં અદ્રશ્ય જેવી મુદ્રામાં પાણીમાં તે સ્થિર થઇ ગયો હતો,અને પોતાનો શિકાર એના રડારની નજીક આવે તેની રાહ જોઈ રહ્યો હતો. શ્વાન જ્યારે મુક્ત મને નદીના કિનારે પહોંચે છે અને બસ તે જ સમયે મગર  તરાપ મારી શ્વાનને દબોચીને પોતાના મુખ નો કોળિયો બનાવી લીધો હતો.સ્થાનિક યુવકે આ વીડિયો સવારે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. મહત્વનું છે કે, વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે.
#Gujarat #CGNews #Vadodara #Junagadh #giant crocodile #dog #Vishwamitri river
Here are a few more articles:
Read the Next Article