શ્રાવણ “સ્પેશ્યલ” : વડોદરામાં 6 વર્ષીય બાળકીએ 1 હજાર રુબિક ક્યુબ વડે ભગવાન શિવજીની ઉત્કૃષ્ટ છબી તૈયાર કરી…

વડોદરા શહેરમાં રહેતી 6 વર્ષીય દીકરીએ 1 હજાર રુબિક ક્યુબ વડે ભગવાન મહાદેવની ઉત્કૃષ્ટ છબી તૈયાર કરી શ્રાવણ માસ નિમિત્તે અનોખી રીતે શિવભક્તિ કરી બતાવી છે.

New Update

વડોદરા શહેરમાં રહેતી 6 વર્ષીય દીકરીએ 1 હજાર રુબિક ક્યુબ વડે ભગવાન મહાદેવની ઉત્કૃષ્ટ છબી તૈયાર કરી શ્રાવણ માસ નિમિત્તે અનોખી રીતે શિવભક્તિ કરી બતાવી છે.

આમ તો, ભગવાન ભોળા શિવને રીઝવવા શિવભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે પૂજન અર્ચન કરતાં હોય છે. પરંતુ પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તિનો મહિમા જ કઈક અનેરો હોય છે, ત્યારે આજથી શરૂ થતાં શ્રાવણ માસ નિમિત્તે ભોળા શિવને રીઝવવા માટે વડોદરા શહેરની 6 વર્ષીય દીકરી વાણી પટેલે 1 હજાર રુબિક ક્યુબની મદદથી દેવાધિદેવ મહાદેવની અદભુત છબી તૈયાર કરી બતાવી છે. વાણી 3 વર્ષની હતી, ત્યારથી જ રુબિક ક્યુબમાં માસ્ટરી ધરાવે છે

વાણીના પિતા દિવ્યેશ પટેલ અને માતા અક્ષિતા પટેલએ પણ તેને ખૂબ સપોર્ટ કર્યો છે. વાણીના નામે અનેક રેકોર્ડ પણ અંકિત થયા છે. ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વાણી દ્વારા 1 હજાર રુબિક ક્યુબ દ્વારા શિવજીની રંગબેરંગી છબી બનાવવામાં આવી હતી. છેલ્લા એક મહિનાથી વાણી પોતાના ગુરુની મદદથી દેવાદિદેવ મહાદેવની છબી બનાવવા પ્રયત્ન કરી રહી હતી, ત્યારે આખરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે તેની મહેનત રંગ લાવી હતી. આ છબીને લોકો નિહાળી શકે તે માટે કાશી વિશ્વનાથ મંદિરના પ્રાંગણમાં મુકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રુબિક ક્યુબ શિખવાથી બાળકોમાં કોન્સન્ટ્રેશન તેમજ આઇક્યુ લેવલ વધે છે. આ સાથે જ માઈન્ડને પણ સ્ટેબલ રાખે છે, જેથી રુબિક ક્યુબ શીખવું ખૂબ જરૂરી છે, તેવું 6 વર્ષીય વાણી જણાવ્યું હતું.

Latest Stories