વડોદરા: પુરની પરિસ્થિતિ બાબતે CMની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

વડોદરામાં ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો

New Update

વડોદરામાં ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો

રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડોદરાની મુલાકાત લઇ ભારે વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના પૂર વડોદરા શહેરમાં ફરી વળવાથી સર્જાયેલી સ્થિતિથી અસરગ્રસ્ત લોકો માટે કરાયેલી વ્યવસ્થાઓનું આશ્રય સ્થાન ઉપર જઇ નિરીક્ષણ પણ કર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડોદરા શહેરમાં પૂરના પાણી આવવાના કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે ઘનિષ્ઠ ઓપરેશન્સ ચલાવી શહેરીજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હવે પૂર બાદની સ્થિત ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવાનું છે.
વડોદરા શહેર તથા જિલ્લામાં સ્વચ્છતા, આરોગ્ય, વીજળી અને માર્ગોના કામોને અગ્રતા આપવા સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ આ બેઠકમાં સૂચના આપી હતી.વડોદરા શહેર અને જિલ્લામાં ૧૪૦૦ જેટલા આરોગ્ય કર્મીઓ સાથે બહારના જિલ્લાની ૧૦ ટીમ હેલ્થ સ્ક્રીનીંગ માટે વડોદરા મોકલવામાં આવી છે. આ ટીમો દ્વારા સઘન સર્વેલેન્સની કામગીરી ઉપરાંત ફોગિંગ, ક્લોરીનેશનની પણ કામગીરી કરવામાં આવી રહી છે.આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી, મુખ્ય દંડક  બાલકૃષ્ણ શુકલ, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ હેમાંગ જોશી, મેયર  પિન્કીબેન સોની તેમજ ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories