વડોદરાના જાણીતા બિલ્ડરનું રુદ્રપ્રયાગમાં ગંગા સ્નાન દરમિયાન નદીમાં ડૂબી જતા કરૂણ મોત,મૃતદેહની શોધખોળ જારી

વડોદરા શહેરના સનસીટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ રવિવારે રુદ્રપ્રયાગ ખાતે ગંગા સ્નાન કરી રહ્યા હતા,તે દરમિયાન હાથમાંથી સાંકળ છૂટી જતા ગંગા નદીમાં ડૂબી ગયા છે.

New Update
aaa

વડોદરા શહેરના સનસીટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ રવિવારે રુદ્રપ્રયાગ ખાતે ગંગા સ્નાન કરી રહ્યા હતા,તે દરમિયાન હાથમાંથી સાંકળ છૂટી જતા ગંગા નદીમાં ડૂબી ગયા છે. જે બાદ એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો શોધખોળમાં લાગી છે.

જાણીતા બિલ્ડર ગ્રુપ સનસીટીના માલિક સમીર શાહ પરિવાર સાથે ઋષિકેશમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. તેઓ ત્યાં બિલ્ડર મિત્ર સંજય પટેલના પુત્રના લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન રવિવારે સવારે 11 વાગ્યે તેમના મિત્ર સાથે તેઓ ગંગા નદીમાં ડૂબકી લગાવી રહ્યા હતા.જ્યાં અચાનક તેમના હાથમાંથી સાંકળ છૂટી ગઈ અને તેમનો પગ લપસી ગયો હતો. જેના કારણે ગંગા નદીના ધસમસતા પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા. તેમની સાથે ડૂબકી લગાવવા ગયેલા તેમના મિત્રએ પણ તેમનો હાથ પકડીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેઓ સફળ રહ્યા નહોતા.

બાદમાં મિત્ર દ્વારા સ્થાનિક તંત્રને બચાવ કામગીરી માટે સંપર્ક કર્યો હતો. જે બાદ પ્રથમ સ્થાનિક તરવૈયાઓની મદદ પણ લેવામાં આવી હતી. બાદમાં બચાવ કામગીરી કરતી ટીમો દ્વારા હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી છે. હાલ તેમને શોધવા માટેના તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories