વડોદરા : MSUના ફાર્મસી વિભાગની બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર..!

બાંગ્લાદેશથી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ફાર્મસી વિભાગમાં અભ્યાસ અર્થે આવેલી 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી

New Update
  • એમ.એસ.યુનિ.ના ફાર્મસી વિભાગની વિદ્યાર્થિનીનો આપઘાત

  • બાંગ્લાદેશી યુવતીએ ગળે ફાંસો ખાઇ કરી લીધી આત્મહત્યા

  • બાંગ્લાદેશી યુવતીએ આત્મહત્યા કરી લેતા પોલીસ દોડી આવી

  • મૃતદેહ પાસેથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી

  • બાંગ્લાદેશી યુવતીના આપઘાત મામલે વધુ તપાસ હાથ ધરાય

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીના ફાર્મસી વિભાગમાં અભ્યાસ કરતી 20 વર્ષીય બાંગ્લાદેશી યુવતીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસારગત 2024 સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશથી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ફાર્મસી વિભાગમાં અભ્યાસ અર્થે આવેલી 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

આ યુવતી વડોદરાની નવરંગ ટોકીઝની પાછળ નર્મદા એપાર્ટમેન્ટમાં પીજીમાં રહેતી હતી. હાલમાં તેની પરીક્ષા ચાલી રહી હતી. પરંતુ તે પરીક્ષા આપવા પહોચી નહોતીઅને તેણીએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ મૃત્દહના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કેપોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. જોકેસુસાઇડ નોટમાં કોઈપણ પ્રકારનો આક્ષેપ કેદબાણનો ઉલ્લેખ નથીત્યારે હાલ તો બાંગ્લાદેશી યુવતીએ આત્મહત્યા કરતા બન્ને દેશોના એમ્બેસીના અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છેઅને ત્યારબાદ અંતિમ ક્રિયા કેવી રીતે કરવી તેનો નિર્ણય લેવામાં આવશે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.