વડોદરા: શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઉતરતા મગરનું સંકટ ઘેરાયું,મગર,સાપ અને કાચબાનું કરાયું રેસ્ક્યુ

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ ભારે તારાજી સર્જી દીધી છે,અને એક તરફ પૂરની આફત હતી,તો બીજી તરફ મગરનું સંકટ શહેરવાસીઓ માટે જીવ પર જોખમ રૂપ બની ગયું

New Update
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ ભારે તારાજી સર્જી દીધી છે,અને એક તરફ પૂરની આફત હતી,તો બીજી તરફ મગરનું સંકટ શહેરવાસીઓ માટે જીવ પર જોખમ રૂપ બની ગયું હતું.જાણવા મળ્યા મુજબ અત્યાર સુધીમાં 21 મગર,80 સાપ તેમજ 20 કાચબાનું શહેર માંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

અત્યાર સુધીમાં 21 મગર,80 સાપ તેમજ 20 કાચબાનું શહેર માંથી રેસ્ક્યુ

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના તોફાની પાણીએ સમગ્ર શહેરને જળતરબોળ કરી દીધું છે.અને લોકોના જીવન પર પૂરની માઠી અસર જોવા મળી હતી,પૂરગ્રસ્ત લોકો માટે ઘરની બહાર પાણી અને મગર બંને સંકટ સમાન બની ગયા હતા.જયારે પૂરના પાણી શહેર માંથી ઓસરી જતા મહાકાય મગર શહેરના જાહેર માર્ગો પર જોવા મળી રહ્યા છે.પૂરગ્રસ્ત લોકો ઘરની બહાર જીવના જોખમે નીકળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.વડોદરા શહેરવાસીઓના વન વિભાગને મગર અંગેના સૌથી વધુ કોલ આવ્યા હતા.પૂરના પાણી શહેર માંથી ઉતાર્યા બાદ અત્યાર સુધીમાં 21 મગર,80 સાપ,તેમજ 20 જેટલા કાચબાનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થાને મુક્ત કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.  
#Gujarat #CGNews #Vadodara #rescues #snake #Vishwamitri river #crocodiles #turtle #Vadodara Flood
Here are a few more articles:
Read the Next Article