Connect Gujarat
વડોદરા 

રાહુલ ગાંધીના PAના નામે વડોદરા કોંગ્રેસનાં 2 નેતાઓ સાથે છેતરપિંડી,પોલીસે શરૂ કરી તપાસ

રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવતા કોંગ્રેસનાં બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

રાહુલ ગાંધીના PAના નામે વડોદરા કોંગ્રેસનાં 2 નેતાઓ સાથે છેતરપિંડી,પોલીસે શરૂ કરી તપાસ
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એકવાર ફરી સાયબર ઠગો સક્રિય થયા છે. ત્યારે વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓને એક ઠગે મેસેજ તેમજ વોટ્સએપ કોલ મારફતે રાહુલ ગાંધીનો PA બોલું છું કહીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. તમારે વિધાનસભાની ટિકિટ જોઇતી હોય તો પૈસા આપવા પડશે કહીને છેતરપિંડી આચર્યાનો પ્રયાસ કરાયો. પ્રદેશ કોંગ્રેસનાં વડોદરાનાં 2 નેતાઓને ઠગવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જેમાં સત્યજીત ગાયકવાડ બાદ હવે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને પણ ફેક કોલ કરી નાણાં માંગવામાં આવ્યા. રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવતા કોંગ્રેસનાં બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી, વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. ચૂંટણીમાં ટિકિટ અપાવવાનાં નામે લાખો રૂપિયાની ઠગ લોકો માંગણી કરી રહ્યાં છે. વડોદરાની વાઘોડિયા અને રાવપુરા બેઠક પર ટિકિટ અપાવવાનાં નામે ઠગાઇનો પ્રયાસ આચરવામાં આવી રહ્યો છે.

Next Story