Connect Gujarat
વડોદરા 

અમદાવાદ-સુરત NH-48 પર વડોદરા નજીક ભારે ટ્રાફિકજામ, 3 કિમી લાંબી કતારોમાં અનેક વાહનચાલકો અટવાયા...

3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો છે. જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિક જામમાં ફસાઇ ગયા હતા

X

વડોદરાના જાંબુવા બ્રિજ નજીક લાગ્યા વાહનોના થપ્પા

અમદાવાદ-સુરત NH-48 પર સર્જાયો ભારે ટ્રાફિક જામ

વહેલી સવારથી ટ્રાફિક જામ થતાં અનેક લોકો અટવાયા

જાંબુવા નજીક રહેતા સ્થાનિકોએ પણ પોકાર્યો ત્રાહિમામ

ટ્રાફિકજામથી ત્રસ્ત વાહનચાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો

વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ પાસે હાઇવે પર ગાબડાં પડી જતાં વહેલી સવારથી જ ભારે ટ્રાફિકજામ થયો છે. અવારનવાર આ પ્રકારે ટ્રાફિકજામ થતાં અનેક વાહનચાલકો જ નહીં પરંતુ આસપાસમાં રહેતા સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઊઠયા છે...

વડોદરા નજીક નેશનલ હાઇવે પર વહેલી સવારથી 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો છે. જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિક જામમાં ફસાઇ ગયા હતા. અવારનવાર ટ્રાફિક જામ થતાં વાહનચાલકો પરેશાન થાય છે, અને ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. કોઈને હોસ્પિટલ, તો કોઈને મહત્વનું કામ હોવાથી લોકો બહાર નીકળતા હોય છે. પરંતુ ટ્રાફિકજામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી. જોકે, ગતરોજની જેમ જ આજે સવારે પણ ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી છે, ત્યારે ટ્રાફિકજામ થતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે...

અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને મુશ્કેલી પડી રહી છે. કારણ કે, એક તરફની લેનમાં ભારે ટ્રાફિક જામ થયો છે, જેને કારણે વાહનોની વણજાર લાગી રહી છે. જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે. સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી, અને નીકળે તો ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે...

આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે. જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે, ત્યારે અવારનવાર થતાં ટ્રાફિકજામથી ત્રસ્ત વાહનચાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો....

Next Story