Connect Gujarat
વડોદરા 

“હું ગૃહમંત્રી હર્ષ સંઘવીનો PA છું, તમારી બદલી કરાવી દઇશ” : વડોદરા પોલીસે આરોપીને સાથે રાખી કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન

વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી નજીકથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નકલી પી.એ. સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી હતી.

X

વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી નજીકથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નકલી પી.એ. સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. બદલીની ધમકી આપી નશામાં ધૂત 3 યુવકો પોલીસ સહિત અન્ય લોકોમાં રોફ જમાવી રહ્યા હતા, ત્યારે હરણી પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

રાજ્યમાં નકલીની ભરમાર જામી છે. નકલી ટોકનાકુ, નકલી સરકારી કચેરી, નકલી PMO અને CMO અધિકારી બાદ હવે વડોદરામાંથી ગૃહમંત્રી હર્ષ સંઘવીના નકલી પી.એ.ની પોલીસે ધરપકડ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસના હાથે ઝડપાયેલો આ શખ્સ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો PA તરીકે લોકોમાં રોફ જમાવતો હતો. વડોદરા શહેરમાં સ્પીડમાં વાહન હંકારતા પોલીસકર્મીઓએ 3 શખ્સોને રોક્યા હતા. જે બાદ પોલીસકર્મીઓ સાથે આ ત્રણેય શખ્સોએ મારામારી કરી હતી. જોકે, ટ્રાફિક પોલીસ સહિત પોલીસકર્મીઓને ગાળો બોલી છૂટાહાથની મારામારી કરનાર હરણી ગામના વરુણ પટેલ, આકાશ પટેલ અને પિનાકીન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવકો પૈકી એક વરુણ પટેલ પોતે ગૃહમંત્રી ના હર્ષ સંઘવીના પી.એ. હોવાનો રોફ જમાવતો હતો. જે પોલીસકર્મીને “તારી બદલી કરાવી દઇશ… એમ કહીને માર માર્યો હતો, ત્યારે સમગ્ર મામલે હરણી પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

Next Story