વડોદરા : પાદરાના મદાપુર ગામમાં મગર દેખા દેતા લોકોમાં ભય, સેવા ફાઉન્ડેશન જીવદયા પ્રેમીઓએ કર્યું મગરનું રેસક્યું

વનવિભાગના કર્મચારીઓને સાથે રાખી અંદાજે 5થી 6 ફૂટ લાંબા મગરનું ભારે જહેમત સાથે સહીસલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ રેસક્યું કાયરેલા મગરને પાદરા વન વિભાગને સોંપી દેવામાં આવ્યો

New Update
Advertisment

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મદાપુર ગામના રહેઠાણ વિસ્તારમાં મગર આવી ચઢતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસારગત તા. 15 નવેમ્બર 2024ના રોજ રાત્રિના સમયે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મદાપુર ગામના રહેઠાણ વિસ્તારમાં મગર દેખા દેતા લોકોમાં ભય ફેલાયો હતો.

Advertisment

વડોદરા પાદરાના મદાપૂર ગામમાં મગર આવી ચડતા મહામહેનતે રેસ્ક્યૂ કરી પાંજરે પૂરવામાં આવ્યો

વડોદરા પાદરાના મદાપૂર ગામમાં મગર આવી ચડતા મહામહેનતે રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપી દેવામાં આવ્યો #vadodara #crocodile #rescue #gujarat #cgnews

Posted by Connect Gujarat on Friday, November 15, 2024

ત્યારે સ્થાનિકોએ બનાવ અંગે સેવા ફાઉન્ડેશન સંસ્થાના હેલ્પલાઇન નંબર પર જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ સંસ્થાનાના વોલેન્ટિયર રોહિત પરમારવસંત પરમારક્રિષ્ના પરમાર અને ધ્રુવરાજસિંહ જાદવ સ્થળ પર પહોંચ્યા હતાજ્યાં વનવિભાગના કર્મચારીઓને સાથે રાખી અંદાજે 5થી 6 ફૂટ લાંબા મગરનું ભારે જહેમત સાથે સહીસલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ રેસક્યું કાયરેલા મગરને પાદરા વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.

Latest Stories