/connect-gujarat/media/post_banners/c2cdf28a02efb070e1b245b6c51c4e6aa51bbc58be5b027dd600f05ad483b20c.jpg)
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતા રસ્તા પરથી પસાર થતા 2 વાહનો વૃક્ષ નીચે દબાયા હતા. મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ લાલબાગ બ્રીજ નજીક 150 વર્ષ જુનું વિશાળકાય વૃક્ષ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી. વૃક્ષ પડતા 2 વાહનો સહિત રીક્ષાચાલક વૃક્ષ નીચે દબાયો હતો.
બનાવની જાણ થતાં જ મનપાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડ્યા હતા, જ્યાં વૃક્ષની ડાળીઓમાં દબાયેલા વાહનોમાંથી લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર ફાઇટરોએ રીક્ષા ચાલકને બચાવવા માટે ઝાડની ડાળીઓ કાપી હતી.
જોકે, ત્યારબાદ પણ બચાવ કામગીરીમાં સફળ નહીં થતા રીક્ષાનું આગળનું પતરું કાપીને ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં રીક્ષાચાલક ગંભીર રીતે ઘવાયો હતો, જયારે અન્ય વાહનચાલકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.