ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ : વડોદરામાં ગૃહ રાજ્યમંત્રીએ સંકલન બેઠક યોજી, સુરત-ભરૂચ સહિતના જિલ્લામાં નિરીક્ષકોના ધામા...

વડોદરા જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ માટે મુરતિયા શોધવાની મથામણ ચાલી રહી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા ભાજપ સાથે સંકલન બેઠક કરી

New Update
  • ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ

  • વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોજી સંકલન બેઠક

  • સુરત અને ભરૂચ સહિતના જિલ્લામાં નિરીક્ષકોએ ધામા નાખ્યા

  • વહેલી સવારથી ભાજપ કાર્યાલયે મુરતિયાઓની હરોળ લાગી

  • અનેક સિનિયર નેતાઓ પણ ફોર્મ ભારે તેવી ચર્ચાએ જોર પકડ્યું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વડોદરા જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ પદ માટે સેન્સ લેવાની પ્રક્રિયા અગાઉ ભાજપના આગેવાનો સાથે બેઠક યોજાય હતીજ્યારે આજરોજ સુરત અને ભરૂચ સહિતના અન્ય જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિયા માટે ભાજપના નિરીક્ષકોએ ધામા નાખ્યા હતા.

વડોદરા જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ પદ માટે સેન્સ લેવાની પ્રક્રિયા અગાઉ ગત તા. 3 ડિસેમ્બરના રોજ રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી હર્ષ સંઘવી દ્વારા જિલ્લા ભાજપના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ માટે મુરતિયા શોધવાની મથામણ ચાલી રહી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા ભાજપ સાથે સંકલન બેઠક કરી હતી.

જેમાં જિલ્લાના 5 પૈકી 4 ધારાસભ્ય હાજર રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પ્રમુખ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જાણવા મળ્યા મુજબ આ બેઠકમાં પ્રમુખને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જોકેઆગેવાનો આ બેઠક ઔપચારિક બેઠક હોવાનું જણાવી રહ્યા હતાઅને આવી બેઠકો રૂટીન મળતી હોય છેતે જ પ્રકારની આ બેઠક છે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કેવડોદરા શહેર તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ માટે ભારે લોબિંગ ચાલી રહ્યું છેત્યારે તે પહેલા ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રીની બેઠક યોજાયા ભારે ચર્ચા જાગી છે.

સુરતમાં ભાજપના નવા સુકાની માટે આજરોજ નિરીક્ષક રાકેશ શાહરમેશ ઉકાણીકુલદીપસિંહ સોલંકી અને પંકજ દેસાઈ સુરતમાં દાવેદારોની રજૂઆત સાંભળી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં સૌરાષ્ટ્રવાસી એવા પૂર્વ ધારાસભ્ય જનક બગદાણાપૂર્વ મેયર જગદીશ પટેલપૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીવર્તમાન શહેર સંગઠનના મહામંત્રી પદેથી રાજીનામું આપી ચૂકેલા લલિત વેકરીયાસંગઠનની કામગીરીનો અનુભવ ધરાવનાર બાબુ જીરાવાલા ભાજપના શહેર અધ્યક્ષ પદે દાવેદારી નોંધાવે તેવી શક્યતા વર્તાય રહી છે.

સુરતી ચેહરા કેજે ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે તેમાં પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહપૂર્વસ્થાયી સમિતિ અધ્યક્ષ અનીલ ગોપલાણીભાજપના પ્રદેશ અધ્યક્ષના અંગત વિશ્વાસુપૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલપૂર્વ મેયર હેમાલી બોઘાવાલાડ્રેનેજ સમિતિ ચેરમેન કેયુર ચપટવાલાનું નામ પણ ચર્ચામાં રહ્યું છે. તો બીજી તરફભાજપના વર્તમાન શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પણ ફરી એક વખત નવી ટર્મ માટે મેદાનમાં ઉતરી શકે છે.

તો આ તરફભરૂચમાં પણ વિવિધ મંડળોના પ્રમુખોની જાહેરાત બાદ હવે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની વરણી માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં સુરતના પૂર્વ ધારાસભ્ય વિવેક પટેલને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

શનિવારે સવારથી બપોર સુધી પ્રમુખપદ માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબજિલ્લા ભાજપ પ્રમુખ માટે 22 જેટલા મુરતિયાઓ ફોર્મ ભરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કેગત રવિવારે ભરૂચમાં માઁ રેવા કમલમ કાર્યાલયના ભૂમિપૂજન માટે આવેલાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ ભરૂચમાં જિલ્લા ભાજપ પ્રમુખ રીપીટ થાય તે તરફ અંગુલિ નિર્દેશ કર્યો હતો. તો બીજી તરફચાલુ વર્ષે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ પહેરવા માટે અનેક સિનિયર નેતાઓ પણ થનગની રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.