Connect Gujarat
વડોદરા 

RBI ગવર્નર-કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટરને ધમકીભર્યો ઇમેલ મળતા મુંબઈ ATSના વડોદરામાં ધામા, 3 શકમંદોની અટકાયત..!

RBI ગવર્નર અને કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટરને ઇમેલ મારફતે ધમકી મળવાના મામલે મુંબઈ ATSએ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારો સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

X

RBI ગવર્નર અને કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટરને ઇમેલ મારફતે ધમકી મળવાના મામલે મુંબઈ ATSએ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારો સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 3 જેટલા શકમંદોની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ઈમેલ મારફતે RBI ગવર્નર શશીકાંતા દાસ તેમજ કેન્દ્રીય વિત મંત્રી નિર્મલા સીતારામનને ધમકી આપવાના મામલે સર્ચ ઓપરેશનના ભાગરૂપે મુંબઈ ATSની ટીમે વડોદરા SOG અને LCB પોલીસને સાથે રાખી વડોદરા શહેરના ચાર દરવાજા નજીક લાડવાડા વિસ્તારમાં મેમણ હોલની નીચે આવેલ ઓપ્ટિકલની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં તેઓ રાજીનામું નહીં આપે તો 11 સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આરોપીઓ દ્વારા ઓપ્ટિકલના માલિકનો ફોન વાપરવામાં આવ્યો હોય શકે તેવી પ્રાથમિક માહિતીના આધારે સર્ચ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતું. ઓપ્ટિકલના માલિક શકમંદ હોવાથી મુંબઈ ATSએ તપાસનો દોર શરૂ કર્યો છે, જ્યારે શહેરના પાણીગેટ, નવા તાંદલજા અને પાદરા ગામેથી મળી કુલ 3 શકમંદોની અટકાયત કરવામાં આવી છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ, સર્ચ ઓપરેશન પૂરું થયા પછી મુંબઈ ATSની ટીમ સત્તાવાર વિગતો જાહેર કરશે તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Next Story