/connect-gujarat/media/post_banners/2afe6807bf5d702d242456c2c518420c9b023ba4c42af630af72a66eae53cf2b.jpg)
યોગના પ્રચાર પ્રસાર અર્થે કેરળથી લદાખ સુધીની સાયકલ યાત્રા પર નિકળેલ ડો.અગ્રિમા નાયર વડોદરા ખાતે આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડો. અગ્રીમ નાયર, જેઓ યોગના પ્રચાર પ્રસાર માટે કેરળથી લદ્દાખ સુધી એકલા સાયકલ યાત્રા પર નીકળેલા છે. આજરોજ તેઓ વડોદરા શહેરના મહેમાન બન્યા. જેમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમણે આ સાયકલ યાત્રા 21 જૂન એટલે કે ઇન્ટરનેશનલ યોગા દિવસના દિવસે શરૂ કરી હતી. એમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો સુધી યોગાની માહિતી પહોંચાડવાનો છે. તેઓ કેરળથી નીકળીને કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ થઈને કાશ્મીરી પહોંચશે. તેઓ લગભગ સપ્ટેમ્બર મહિનાના અંત સુધી લદાખ પહોંચી જશે.
તેમની ઉંમર 30 વર્ષની છે. તેઓ દિવસ દરમિયાન જ સાયકલિંગ કરતા હોય છે અને દરરોજનું 80 થી 100 કિલોમીટર જેટલું અંતર કાપી રહ્યા છે. ડો. અગ્રીમા નાયરે જણાવ્યું કે, ભારત દેશ મહિલાઓ માટે ખૂબ જ સુરક્ષિત છે. કેરળ થી વડોદરા સુધીની યાત્રા ખૂબ જ સારી રહી છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી મને પડી નથી. તદુપરાંત હું જે પણ શહેર કે ગામડામાંથી પસાર થવું છું તેના લોકો મને જમાડીને જ મોકલતા હોય છે. લોકોના સાથ સહકાર અને પ્રેમથી જ હું આ યાત્રાને સફળતાપૂર્વક પૂર્ણ કરીશ.