વડોદરામાં NSUI  દ્વારા નશીલા પદાર્થના વધી રહેલા દૂષણ સામે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ કરતા પોલીસે કરી અટકાયત

ગુજરાતના યુવાઓમાં ડ્રગ્સ અને બીજા નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં નશીલા પદાર્થ વેચનારાઓને જાણે ખુલ્લી છૂટ મળી ગઈ છે.

New Update
a

ગુજરાતના યુવાઓમાં ડ્રગ્સ અને બીજા નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં નશીલા પદાર્થ વેચનારાઓને જાણે ખુલ્લી છૂટ મળી ગઈ છે. તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખNSUIદ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ વડોદરામાં પોલિટેકનિક બ્રિજ પાસે રસ્તા પર ચક્કાજામ કરાયો હતો.

NSUIના કાર્યકરોએ હર્ષ સંઘવીના રાજીનામાનીમાંગ કરી હતી.આકરા તાપમાં કાર્યકરો રસ્તા પર સૂઈ જતા મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અનેક વાહન ચાલકો પણ અટવાયા હતા. કાર્યકરોએ'ભાજપ હાય હાય'..ના નારા લગાવ્યા હતા. કાર્યકરોએ'નશો ભગાડો,ગુજરાત બચાવો'તેમજ ગૃહમંત્રી રાજીનામું આપે તેવા પોસ્ટરો દર્શાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

વિરોધ પ્રદર્શનના સ્થળે દોડી આવેલી ફતેગંજ પોલીસે10જેટલા કાર્યકરોની અટકાયત કરીને રોડ ખુલ્લો કરાવ્યો હતો.