/connect-gujarat/media/media_files/2025/02/02/FzQg7T1dmjbSBrcYHe77.jpg)
વડોદરા શહેરમાં રહેતા નિવૃત એરફોર્સકર્મી અને તેના પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો મિલ્કતનો ઝઘડો લોહિયાળ બન્યો હતો. માંજલપુર વિસ્તારમાં મકાનનો કબજો લેવા પત્ની પહોંચતા પતિ સાથે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા પતિએ બાર બોરની બંદૂકમાંથી ફાયરિંગ કરતા પત્ની અને સિક્યુરિટી ગાર્ડને ઈજા પહોંચતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આરોપી પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા હરમિંદર શર્મા એરફોર્સમાંથી અને ONGCમાંથી નિવૃત થયેલા છે. હરમિંદર અને તેમના પત્ની નિલમ શર્મા વચ્ચે લાંબા સમયથી મિલ્કતને લઈ વિવાદ ચાલી રહ્યો હતો.