વડોદરા-મોરબીમાં આવી પડેલી વિભિષિકામાં તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી હાથ ધરાય...

સમગ્ર રાજ્યમાં અવિરત વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકાર સહિત પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે વડોદરામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા આર્મી ટીમની મદદથી લોકોના બચાવ અને રાહત કામગીરી વધુ વેગવાન બની

New Update

ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ

વરસાદ અને પૂરના કારણે વિવિધ જિલ્લાઓ પ્રભાવિત

વડોદરા-મોરબી સહિતના જિલ્લામાં તંત્ર દ્વારા કામગીરી

તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી

લોકોના રેસક્યું સહિત ફૂડ પેકેટ્સના વિતરણ પણ કરાયા

 ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છેભારે વરસાદ અને પૂરના કારણે મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છેત્યારે વડોદરા અને મોરબી સહિતના જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

 સમગ્ર રાજ્યમાં અવિરત વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકાર સહિત પૂરની સ્થિતિનું નિર્માણ થયું છેત્યારે વડોદરામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા આર્મી ટીમની મદદથી લોકોના બચાવ અને રાહત કામગીરી વધુ વેગવાન બની છે. વડોદરામાં પૂર બચાવ કામગીરીમાં વ્યસ્ત રહીને ગુરુ એવન્યુવિશ્વામિત્રી ટાઉનશીપ અને સામરાજ્ય એક વિસ્તારમાંથી પૂરના પાણીમાં ફસાયેલા લગભગ 47 લોકોને બચાવવામાં આવ્યા હતા. આર્મી ટીમ ટ્રકએમ્બ્યુલન્સ અને રિકવરી વાહનોબોટ અને 60 જવાનો બચાવ કામગીરીમાં સામેલ થયા હતા.

તે સિવાયતેઓએ આ વિસ્તારોમાં લગભગ 2 હજાર પૂર પ્રભાવિત લોકોને પાણીદૂધ અને સૂકો નાસ્તો જેવી રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું. શહેરના મુંજમહુડાઅકોટા અને નજીકના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેર ઉપર આવી પડેલી વિભિષિકામાં રાહત અને બચાવની કામગીરી માટે વધુ 29 બોટ ફાળવવામાં આવી છે.

આ ઉપરાંત આર્મી સહિતના આપદા મોચન દળના જવાનોઅગ્નિશામક દળના લાશ્કરો પણ લોકોને પાણીમાંથી ઉગારવામાં લાગ્યા છે. વડોદરા શહેરમાં રાહત તથા બચાવની કામગીરીમાં તીવ્રતા માટે ડભોઇથી 14કરજણથી 10 અને વડોદરા ગ્રામ્ય વિસ્તારથી 15 યાંત્રિક અને મેન્યુઅલ બોટ વડોદરા શહેરમાં લાવવામાં આવી છેઅને તેને રાહત કામે જોડવામાં આવી છે.

તો બીજી તરફમોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ હવે જિલ્લાની તમામ કામગીરી અને જનજીવન પૂર્વવત કરવા માટે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. મંત્રીએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી શક્ય તેટલી ઝડપે જિલ્લામાં વીજ પુરવઠો પૂર્વવત કરવાપીવાના પાણીની પૂરતી વ્યવસ્થાવરસાદ બાદ પાણીજન્ય બીમારીઓ ન ફેલાય તે માટે દવા છંટકાવસુપર ક્લોરીનેશનજીવજંતુઓના વ્યવસ્થાપન સહિતની બાબતો સંદર્ભે સંબંધિત વિભાગોને કામગીરી કરવા સૂચના આપી હતી.

મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા ભારે વરસાદના પગલે મોરબી જિલ્લાના અસરગ્રસ્ત ગામ તેમજ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છેત્યારે તેમણે આજે માળીયાના ફતેપર તેમજ માળીયા ગામની મુલાકાત લઈ ત્યાંની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. મંત્રીએ 2 દિવસથી મોરબી જિલ્લામાં જ રહીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી છેતેમજ જિલ્લાની સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે. મંત્રીએ આ મુલાકાતમાં સ્થાનિકકો સાથે તેમના પ્રશ્નો અને તેમને પડતી મુશ્કેલીઓ સહિતની બાબતો અંગે વાર્તાલાપ કર્યો હતો.

આ ઉપરાંત ખેતી અને પશુધન સહિતની બાબતોએ લોકોને થયેલ નુકસાન સંદર્ભે પણ સંવેદના દાખવી પૃચ્છા કરી હતી. સમગ્ર મોરબી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ અલગ અલગ ટીમ બનાવી શરૂ કરવામાં આવ્યું છે. માળીયાના હરીપર પાસે મોરબી-કચ્છ નેશનલ હાઈવેને રીપેર કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત રોડની સાઈડમાં ભરાઈ ગયેલા પાણીના નિકાલ માટે નાળાની સફાઈ કરવાનું તેમજ નાળા બદલવાની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી છે.  મોરબી જિલ્લામાં હાલ વરસાદ બાદની પરિસ્થિતિમાં જિલ્લામાં તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી શરૂ કરાવી સ્થિતિ યથાવત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજ સવાર સુધીમાં લગભગ તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે.

#વડોદરા સમાચાર #Gujarat Heavy RainFall #રેસક્યું #Gujarat Heavy RainFall Forecast #Vadodara Flood #Heavy Rainfall Vadodara #Gujarat Heavyrain #Vadodara News
Here are a few more articles:
Read the Next Article