લગ્ન સાથે અંગદાનનો “સંકલ્પ” : વડોદરા ભાજપ અગ્રણી ગોપાલ રબારીના પુત્રના લગ્નપ્રસંગે 500થી વધુ લોકોએ કરાયું રજીસ્ટ્રેશન...

અંગદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા વડોદરા શહેરમાં ભાજપ અગ્રણી ગોપાલ રબારીના પુત્રના લગ્ન પ્રસંગે અંગદાનનો વિશેષ સંકલ્પ કરવામાં આવ્યો છે.

New Update
  • અંગદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા માટે આયોજન

  • ભાજપ અગ્રણી ગોપાલ રબારી દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • પુત્રના લગ્નપ્રસંગ નિમિત્તે અંગદાન અભિયાનનો સંકલ્પ લેવાયો

  • 500થી પણ વધુ લોકોએ અંગદાન કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું

  • ધારાસભ્ય શૈલેષ મહેતાએ રબારી પરિવારની પહેલને બિરદાવી

Advertisment

અંગદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા વડોદરા શહેરમાં ભાજપ અગ્રણી ગોપાલ રબારીના પુત્રના લગ્ન પ્રસંગે અંગદાનનો વિશેષ સંકલ્પ કરવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લામાં એક અનોખા લગ્ન યોજાવા જઈ રહ્યા છે. વડોદરા શહેરમાં ભાજપના અગ્રણી ગોપાલ રબારીના પુત્ર મેહુલના લગ્ન લેવાયા છે. આ લગ્નમાં અંગદાનનો સંકલ્પ કરવામાં આવ્યો છેત્યારે આગામી તા. 18 જાન્યુઆરી પહેલા અત્યારસુધીમાં 500થી પણ વધુ લોકોએ અંગદાન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છેઅને આ આંકડો 2,500 જેટલો થાય તેવા પ્રયાસો પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. લોકોને આ સંકલ્પ સાથે જોડાવવા હેતુ રબારી પરિવાર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ પણ રબારી પરિવારની પહેલને બિરદાવી હતી.

Latest Stories