વડોદરા : મનપા તંત્રને જગાડવા સામાજિક કાર્યકરે વુડા સર્કલ નજીક મહાકાય ભુવામાં શ્રીફળ-ચુંદડી વધેરીને વિરોધ દર્શાવ્યો...

વડોદરા મહાનગરપાલિકા તંત્રને જગાડવા મહાકાય ભુવામાં સામાજિક કાર્યકરે શ્રીફળ વધેર્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

New Update

વડોદરા મહાનગરપાલિકા તંત્રને જગાડવા મહાકાય ભુવામાં સામાજિક કાર્યકરે શ્રીફળ વધેર્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા નગરી ભુવા નગરી બની છે. 4 દિવસ પૂર્વે શહેરના વુડા સર્કલ નજીક પડેલા ભુવાએ શહેરના સૌથી મોટા ભુવા તરીકેનો રેકોર્ડ તોડ્યો હતો. પરંતુ આજ દિન સુધી આ ભુવાને પુરવાની કામગીરી કરવામાં નહીં આવતા જાગૃત નાગરિકે ભુવા નજીક PM મોદીનો ફોટો લગાવી ભુવામાં શ્રીફળ વધેરી ચુંદડી અગરબત્તી સાથે પ્રાર્થના કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વરસાદે પાલિકાના અણગઢ વહીવટની પોલ ઉઘાડી પાડી દીધી છે.

ભારે વરસાદને કારણે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં રોડનું ધોવાણ ખાડા પડવા ભુવા પડવા ગામડા પડવા સહિત આખે આખા રોડ બેસી જવાના બનાવો સામે આવ્યા છે. વડોદરામાં નવીનીકરણના કામો કરવાના હોય છેત્યારે ખાતમુહૂર્તથી શરૂઆત થાય છે. પરંતુ એક સામાજિક કાર્યકારની દ્રષ્ટિએ તંત્રને જગાડવા પ્રયાસ હાથ ધરાયો છે. જોકેવહેલામાં વહેલી તકે આ ભુવો પુરવામાં આવે. કારણ કેઅહીંથી હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છેઅને જો કદાચ જાનહાની થાય અથવા પડવાથી કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ..તેવા સવાલો સાથે સામાજિક કાર્યકરે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

Latest Stories