Connect Gujarat
વડોદરા 

સુરત : 3 વર્ષ અગાઉ સચિન વિસ્તારની ખાનગી શાળાના શિક્ષકની લંપટલીલા સામે આવી, વિદ્યાર્થીનીની કરી ક્લાસરૂમમાં છેડતી

સનલાઇટ સ્કૂલના પ્રિન્સિપાલનું કોરોનાથી મૃત્યુ થયા બાદ જ્યારે તેમના પરિવારે સ્કૂલ મેનેજમેન્ટને પ્રિન્સિપાલનું લેપટોપ પાછું આપ્યું ત્યારે તેમાં 3 વર્ષ જૂના CCTV ફૂટેજ જોઈને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચોંકી ઉઠ્યા હતા.

X

સુરત શહેરના સચિનની સનલાઇટ સ્કૂલના પ્રિન્સિપાલનું કોરોનાથી મૃત્યુ થયા બાદ જ્યારે તેમના પરિવારે સ્કૂલ મેનેજમેન્ટને પ્રિન્સિપાલનું લેપટોપ પાછું આપ્યું ત્યારે તેમાં 3 વર્ષ જૂના CCTV ફૂટેજ જોઈને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચોંકી ઉઠ્યા હતા.

સુરત શહેરમાં આવેલ સચિનની સનલાઇટ સ્કૂલની એક જુની અને ચોકાવનારી ઘટના સામે આવી છે. જેને લઈને શાળા તંત્ર હીબકે ચડ્યું હતું.સમગ્ર ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો સનલાઇટ સ્કૂલમાં ધો. 8થી 10 સુધીના વિદ્યાર્થીઓના ગણિત-વિજ્ઞાનના ક્લાસ લેતા શિક્ષકે વર્ષ 2019માં ક્લાસ રૂમમાં ધોરણ-8ની વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હતા. આ ઘટના ક્લાસ રૂમના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તે સમયના શાળાના પ્રિન્સિપાલના મૃત્યુ બાદ તેમના લેપટોપના માધ્યમથી 3 વર્ષ બાદ વાત ધ્યાને આવી છે. કોઈક રીતે આ મુદ્દો સ્કૂલના તત્કાલિન પ્રિન્સિપાલ મનિષ પરમારના ધ્યાને આવ્યો હતો.

શાળા સંચાલકના કહેવા મુજબ, લેપટોપમાંથી એ શિક્ષકના એક નહીં પણ 5 અલગ-અલગ વીડિયો મળી આવ્યા છે. શાળાએ વિદ્યાર્થિનીના વાલીનો સંપર્ક કર્યો પણ તેમણે બદનામીના ડરે ફરિયાદ આપી ન હતી.જેથી આ પ્રકારની કોઈ પણ હરકત ન બને તે માટે શાળાના નામ સાથે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ શિક્ષક સામે ફરિયાદ નોંધાવાઈ છે.

Next Story