સુરતના ઓલપાડના સરસ ગામના શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ' રક્તદાન કેમ્પ' યોજાયો હતો.યોજાયેલ મેગા રક્તદાન કેમ્પમાં જિલ્લા ન્યાયાધીશ વિ.કે.વ્યાસએ પોતે રક્તદાન કરી 'રક્તદાન એ મહાદાન'ના સુત્રને સાર્થક કરવા શિવભક્તોને અપીલ કરી હતી
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દરિયાઈ કાંઠાના સરસ ગામે અતિ પ્રાચીન,પૌરાણિક અને સ્વયંભૂ શિવલિંગ ધરાવતું શ્રી સિદ્ધનાથ મહાદેવ ભગવાનનું ભવ્ય શિવમંદિર આવેલ છે.આ શિવમંદિરનો વહીવટ દેશની આઝાદી પૂર્વેથી નામદાર ઓલપાડ કોર્ટના સિવિલ જજ સાહેબના તાબા હેઠળ હોવાથી તેઓ આ મંદિરની ટેમ્પલ કમિટીના ચેરમેન છે.જયારે શ્રાવણ માસ દરમ્યાન દર સોમવારે આ શિવમંદિરમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અને કાવડીયાઓ પૂજા-અર્ચના અને જલાભિષેક કરવા આવતા હોય છે.જેનો લ્હાવો આ શિવભક્તો લઈ શકે તેવા હેતુથી અને દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત શ્રી સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટ,સિવિલ કોર્ટ અને સુરત જિલ્લા કાનુની સેવા સત્તામંડળના સયુંકત ઉપક્રમે ' રક્તદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું.સુરત જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ વિ. કે.વ્યાસજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ “ બ્લડ ડોનેશન કેમ્પ” મા મેડિકલ ટીમ દ્વારા બ્લડ ડોનેશન લેવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા મુખ્ય ન્યાયાધીશ વિમલ કે.વ્યાસજીએ રક્તદાન કરી ભાવિક શિવભક્તો અને જિલ્લાના નાગરિકોને બ્લડ ડોનેશન કરવાની અપીલ કરી હતી અને શ્રાવણ માસને લઈને મંદિરમાં ભક્તો માટે ઊભી કરવામાં આવેલ સુવિધાઓને લઈને જરૂરી માહિતી આપી હતી.