સુરતના વરાછા વિસ્તારમા હીરા દલાલી કરતા એક દલાલે હીરા વેપારીઓને વિશ્વાસમાં કેળવી 32 જેટલા વેપારીઓ પાસેથી ઊંચા ભાવે હીરા વેચી આપવાની લાલચ આપી 7 કરોડથી વધુની કિમતના હીરા લઈ ફરાર થઈ ગયો હતો જેની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમા અનેક વખત છેતરપીંડીની ઘટના સામે આવે છે.અવારનવાર લોકોને લાલચ આપી છેતરી લેવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે તેવામાં સુરતના વરાછા વિસ્તારમાં એક હીરા દલાલે 32 જેટલા વેપારીઓના કરોડોના હીરા લઈ રફુચક્કર થઈ જવાની ઘટના બની હતી.સુરતમાં રહી હીરા દલાલી કરતા મહાવીર ઉર્ફે મુસભાઈ અગ્રાવત છેલ્લા ઘણા સમયથી હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના પિતા પણ છેલ્લા 25 વર્ષથી હીરા દલાલીના વ્યવસાઈ સાથે સંકળાયેલા છે જેથી તેમના પુત્ર મહાવીર પર આસાનીથી હીરા વેપારીઓને ભરોસો થઈ ગયો હતો તેમના પિતાએ એટલા વર્ષ હીરા દલાલી કર્યા બાદ મહાવીર દલાલીના વ્યવસાઈ સાથે જોડાયો હતો.મહાવીરે અલગ અલગ 32 જેટલા વેપારીઓને વિશ્વાસ લઈ ઊંચા ભાવે હીરા વહેંચી આપવાની લાલચ આપી અંદાજીત 7 કરોડ 86 લાખ 81 હજાર 264 રૂપિયાના હીરાના પેકેટ મેળવી લીધા હતા.હીરા આવી ગયા બાદ એકાએક મહાવીર ગાયબ થઈ ગયો હતો થોડા દિવસ વેપારીઓએ રાહ જોયા બાદ પણ મહાવીર દેખાયોના હતો જેથી વેપારીઓએ વરાછા પોલીસ મથકમા મહાવીર સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે સુરેન્દ્રનગર પહોંચી મહાવીરની પૂછપરછ કરી હતી.મહાવીરે પોતાનો ગુનો કબુલ્યો હતો અને 7,86,81,264 ના હીરા કબ્જે કર્યા હતા સાથે જ 2,91,750 નું સોનુ કબ્જે કર્યું હતું.પોલીસે તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે દલાલી કામથી કંટાળો આવી જતા મોટી કિંમત લઈ સેટ થઈ જવાય તે માટે હીરા લઈ ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે