સુરત : 76માં સ્વાતંત્ર્ય પર્વના ઉત્સાહ અને ઉમંગ વચ્ચે શાનથી લહેરાયો તિરંગો...

15મી ઓગષ્ટની સુરત શહેરમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જે દિવસની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા

New Update
સુરત : 76માં સ્વાતંત્ર્ય પર્વના ઉત્સાહ અને ઉમંગ વચ્ચે શાનથી લહેરાયો તિરંગો...

15મી ઓગષ્ટની સુરત શહેરમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જે દિવસની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા સ્વાતંત્ર દિવસની ઉજવણીમાં સૌ કોઈ જોડાયા હતા. સરકારી કચેરીઓ અને ખાનગી કચેરીઓ પર તિરંગા લહેરાવાયા હતા, તો ગલી અને મહોલ્લામાં પણ લોકો એકત્રિત થઈને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

Advertisment

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતા સુરતમાં રાષ્ટ્રભક્તિનો અનેરો રંગ જોવા મળ્યો હતો. 15મી ઓગષ્ટની વહેલી સવારથી જ શાળા-કોલેજો, સરકારી કચેરી, સાથે ખાનગી અને સામાજિક સંસ્થાઓ દ્વારા આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ પ્રભાતફેરી, તિરંગાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર પણ જોવા મળી હતી. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થતાં શેરી, મહોલ્લા અને સોસાયટીઓમાં ઘરે-ઘરે તિરંગો લહેરાવવામાં આવ્યો છે. દેશની આઝાદી માટે અને દેશની રક્ષા માટે પોતાના જીવની આહુતિ આપનારા શૂરવીરોને ગર્વભેર યાદ કરવામાં આવ્યા હતા. સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તમામ પોલીસ કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પોલીસ પરેડ કરીને દબદબા ફેર રાષ્ટ્રધ્વજ લહેરાવીને ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે તમામ પોલીસ કર્મચારી અને સુરતના લોકોને 15મી ઓગસ્ટની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ સમગ્ર શહેર જાણે રાષ્ટ્રભક્તિના ગીતોથી ગુંજતા રાષ્ટ્રભક્તિનું વાતાવરણ સર્જાયું હતું.

Advertisment