/connect-gujarat/media/post_banners/4082e9c51d9cd8569af48ddb1d4cb3c49432bc0cc45da20ac125ad1512839fc3.jpg)
IRCTC તરફથી નવા વર્ષના પ્રારંભે શિયાળામાં દક્ષિણ ભારતના યાત્રાધામના દર્શન કરવા જતાં યાત્રાળુઓ માટે વિશેષ સુવિધા પૂરી પાડતી સ્વદેશ દર્શન ટુરિસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
IRCTC દ્વારા ભારત યાત્રાધામના દર્શન કરાવતા રૂટ પર વિશેષ ટ્રેઈન શરૂ કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ ભારતના યાત્રાધામના દર્શન કરવા જતાં યાત્રાળુઓ માટે વિશેષ રૂટ પર ટ્રેઈન શરૂ કરાય છે. દક્ષિણ અને ઉત્તરના યાત્રાધામ માટે 9 દિવસનું પેકેજ ધરાવતી ટ્રેઇનો શરૂ કરી છે. આ માટે ટ્રેઈન ટિકિટ, ભોજન, ચા-નાસ્તો, પરિવહન માટે બસ, ધર્મશાળામાં આવાસ, કોચ સિક્યુરિટી સહિતની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ટ્રેન રાજકોટથી ઉપડશે અને યાત્રાધામોના વિવિધ રૂટ પર જઈ પરત રાજકોટ ફરશે. જાન્યુઆરીમાં દક્ષિણ ભારતના રામેશ્વર, મદુરાઈ, કન્યાકુમારી સહિત તિરુપતિ પણ આ ટ્રેન સેવા આપશે, જ્યારે માર્ચ માસમાં પુરી, કોલકત્તા, ગંગાસાગર, વારણસી સહિત પ્રયાગરાજ રૂટ પર દોરો કરશે.