ઈતિહાસમાં સૌ પ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલના બંદીવાનના મ્યુઝિકલ આલ્બમ "સુરીલી આઝાદી”નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જેલોના વડા ડો. કે.એલ.એન. રાવ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડો. નિધિ ઠાકુર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા મધ્યસ્થ જેલ ખાતે જેલોના વડા ડો. કે.એલ.એન. રાવ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડો. નિધિ ઠાકુરના માર્ગદર્શન હેઠળ આર્ટ ઓરીજનલ સંસ્થા અને એમ.એસ.યુનિવર્સિટી વડોદરાના સંયુક્ત પ્રયાસોથી મ્યુઝિકલ આલ્બમ "સુરીલી આઝાદી” બનાવવામાં આવ્યો છે. આ આલ્બમની ખાસ વિશેષતા એ છે કે, આલ્બમમાં કુલ 5 ગીતો જેલના પાકા કામના કેદી કિરીટ ખરાદી દ્વારા લખવામાં આવ્યા છે. આ મ્યુઝિકલ આલ્બમમાં દીકરી વિદાયનું, મહારાજા સયાજીરાવ ગાયકવાડ, વડોદરાની માટીની ખુશ્બુ, લાડલી બહેન તેમજ ભગવાન શ્રીરામ વિષય ઉપર ગીતોની સુંદર રચના કરવામાં આવી છે.
5 પાંચ પૈકી 2 ગીત વડોદરાની માટીની ખુશ્બુ અને સયાજીરાવ ગાયકવાડની જીવનશૈલીના ગીત ઈન્ડિયન આઈડોલ સ્ટાર શિવમસિંહના કંઠે ગાવામાં આવ્યું છે. અન્ય 3 ગીત વડોદરા સેન્ટ્રલ જેલના પાકા કામના કેદી જયપાલ રાવળ અને કિરીટ ખરાદીએ ગાયા છે. મ્યુઝિકલ આલ્બમનું કંપોઝિશન એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી દ્વારા કરવામાં આવ્યું છે. વડોદરા સેન્ટ્રલ જેલના રેડિયો સ્ટેશનમાં કેદીઓના ગીતોનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે વડોદરા મધ્યસ્થી જેલમાં યોજાયેલા સુરીલી આઝાદીના કાર્યક્રમમાં એમએસ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સના તેમજ ઇન્ડિયન આઇડલ ફ્રેમ શુભમ સિંઘે ઉપસ્થિત બંદીવાનો, અધિકારીઓ તેમજ અતિથિઓનું મન મોહી લીધું હતું. તેઑનો સાથ વડોદરા મધ્યસ્થી જેલના કેદીઓ દ્વારા પણ ગીત ગાઈને આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરાના રાજમાતા શુભાંગીની દેવી રાજે ગાયકવાડ, જેલોના વડા ડો. કે.એલ.એન.રાવ, વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડો. નિધિ ઠાકુર, એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.