Connect Gujarat
વડોદરા 

વડોદરા: તુ મેરા નહિ તો કિસી ઓર કા ભી નહી તેમ કહી પત્ની પતિને ઈસ્ત્રીના ગરમ ડામ આપ્યા

પત્ની સુભાષ પર વહેમ રાખી અવારનવાર ઝઘડો કરતી હોવાથી બંન્નેએ એકબીજા વિરુદ્વ અરજીઓ પણ આપેલી છે.

વડોદરા: તુ મેરા નહિ તો કિસી ઓર કા ભી નહી તેમ કહી પત્ની પતિને ઈસ્ત્રીના ગરમ ડામ આપ્યા
X

વહેમની બીમારીના કારણે વડોદરાના માંજલપુરામાં રહેતી એક યુવતીએ પોતાના જ પતિ સાથે કંઈ એવું કર્યું કે પતિએ પત્ની વિરુદ્વ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, સુભાષ ગુલાબરાવ દુર્ગે કે જેઓ માંજલપુરામાં રહે છે. સુભાષ પોતાના માતા-પિતા,મોટાભાઈ-ભાભી અને તેમના બે બાળકો સાથે રહે છે. 2 માળના મકાનમાં ભોંયરામાં સુભાષ સહિત પુત્રી અનન્યા, મોટોભાઈ અને માતા-પિતા રહે છે. જ્યારે મકાનના પહેલા માળે પત્ની એકલી રહે છે. જૂન 2022થી પત્ની સાથે અણબનાવ થતા તે એકલી રહે છે.

પત્ની સુભાષ પર વહેમ રાખી અવારનવાર ઝઘડો કરતી હોવાથી બંન્નેએ એકબીજા વિરુદ્વ અરજીઓ પણ આપેલી છે. 16 એપ્રિલના રોજ કામ અર્થે વહેલું જવાથી હું સુભાષ ઈલેક્ટ્રીક ઈસ્ત્રીથી કપડા ઈસ્ત્રી કરતો હતો. તેના એક દિવસ પહેલા દિવાળીપુરા કોર્ટમાં શક વહેમ રાખી બોલાચાલી કરેલી બાબતે પત્નીએ પતિને ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. તું મેરા નહિ તો કિસી ઓર કા ભી નહિ રહેને દુંગી કહીને પત્ની પતિના મોઢાના ભાગે ઈલેક્ટ્રીક ઈસ્ત્રી ચોંટાડવાનો પ્રયત્ન કરતા પતિ સુભાષે બચાવમાં હાથ વચ્ચે લાવી દેતા તેનો હાથ દાઝી ગયો હતો.

જે બાદ પત્ની ઈસ્ત્રી ફેંકી ત્યાંથી જતી રહી હતી. ઘટના અંગે સુભાષના માતાપિતાને જાણ થતા તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો મહત્વનું છે કે, સુભાષ અને તેની પત્ની વચ્ચે ચાલતા અણબનાવને લઈ પત્નીના કાકા સુભાષ ખંદારે સાથે સમાધાનની વાત ચાલતી હોવાથી પતિએ પત્ની વિરુદ્વ કોઈ ફરિયાદ નોંધાવી નહોતી. જો કે, ઘટનાના 2 દિવસ બાદ પત્ની પુત્રી અનન્યાને લઈને પિયર જતી રહી હોવાથી સુભાષ દ્વારા પત્ની વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

Next Story