વડોદરા : પૈસા કમાવવાની લાલચ અને ઓનલાઈન ટ્રેડના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતા 17 શખ્સોની ધરપકડ

સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 17 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
વડોદરા : પૈસા કમાવવાની લાલચ અને ઓનલાઈન ટ્રેડના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતા 17 શખ્સોની ધરપકડ

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 17 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં ઓનલાઈન ટ્રેડના નામે ઠગબાજો દ્વારા ખૂબ મોટી ઠગાઈઓ આચરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 17 ઇસમોની ધરપકડ કરી છે. સમગ્ર મામલે સાયબર ક્રાઈમ એસીપી મયુરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાય હતી, જેમાં વિવિધ ઇન્વેસ્ટમેન્ટના નામે ફરિયાદીના રૂ. 94 લાખ રોકાણ કરવામાં આવ્યા હતા. આ રકમ સામે 11 કરોડ 20 લાખ વર્ચ્યુઅલી એપ્લિકેશનમાં બતાવવામાં આવે છે. આ પૈસા વીડ્રો કરવા જાય છે, ત્યારે વીડ્રો થતા નથી અને સાયબર ફ્રોડ થયું હોવાની જાણ થતાં ફરિયાદ કરે છે. ફરિયાદ બાદ ટેક્નિકલ, હ્યુમન ઇન્ટેલિજન્ટ અને મનીટ્રોલના આધારે કુલ 6 ટીમ બનાવી એકસાથે એક જ સમયે રેડમાં વિશ્વાસઘાત કરી ઓનલાઈન છેતરપિંડી 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.