Connect Gujarat
વડોદરા 

વડોદરા: મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા 2 મહિલાના મોત, 5 લોકોને પહોંચી ઇજા

વડોદરાના દિવાળીપુરા ખાતે વહેલી સવારે દેવ નગર સોસાયટીના એક મકાનમાં ગેસનો સિલિન્ડર ફાટતા બે મહિલાના મોત નિપજ્યા હતા જ્યારે 5થી વધુ લોકોને ઇજા પહોંચી હતી

X

વડોદરાના દિવાળીપુરા ખાતે વહેલી સવારે દેવ નગર સોસાયટીના એક મકાનમાં ગેસનો સિલિન્ડર ફાટતા બે મહિલાના મોત નિપજ્યા હતા જ્યારે 5થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.

વડોદરા શહેરના વાસણા રોડ ખાતે દિવાળીપુરામાં આવેલ સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલ દેવનગરમાં વહેલી સવારે મકાન નંબર 106માં એલપીજી ગેસનો સિલિન્ડર ફાટતા લીલાબેન ચૌહાણ અને શકુંતલાબેન વિજયભાઈ જૈનનું મોત નીપજ્યું હતું સાથે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.એલપીજી ગેસનું સિલિન્ડર ફાટતા એટલો પ્રચંડ ધડાકો થયો હતો કે દેવ નગરના આસપાસમાં આવેલ પાંચથી વધુ મકાનોને મોટું નુકસાન પહોંચ્યું હતું તો અન્ય કેટલા મકાનોના બારી - દરવાજા પણ તૂટી ગયા હતા ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તાબડતોડ ફાયર લસ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાટમાળમાંથી ઘાયલોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા.

Next Story