ગોરવા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા
પૈસાની લેતીદેતીમાં 2 યુવકો જાહેરમાં બાખડી પડ્યા
જાહેરમાં મારામારી કરતા હોવાનો વિડિયો વાયરલ
વિડિયોના આધારે પોલીસે બન્ને યુવકોની ધરપકડ કરી
ગોરવા પોલીસે બન્ને યુવકોને કાયદાનો પાઠ ભણાવ્યો
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પૈસાની લેતીદેતીમાં 2 યુવકો જાહેરમાં બાખડતા પોલીસે બન્ને યુવકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના ગોરવા ITI પાસે આવેલા પ્યાસા પાન પાર્લર નજીક 2 યુવકો જાહેરમાં ઝપાઝપી કરી છૂટા હાથની મારામારી કરતા હતા. જેના પગલે આસપાસના લોકોના ટોળા એકત્રિત થયા હતા, અને ગોરવા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. આ ઘટનાને લઇને પોલીસે અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી સોહિલ રાઠોડ અને આસિફ ઘોરીની સઘન પૂછપરછ કરી હતી. જેમાં સોહિલ રાઠોડે જણાવ્યું હતું કે, આસિફ ઘોરીને ઉછીના પૈસા આપ્યા હતા, તે પરત લેવા માટે આવ્યો હતો, તે વખતે આસિફ ઘોરીએ ઝઘડો કર્યો હતો, ત્યારે હાલ તો આ મામલે ગોરવા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.