Connect Gujarat
વડોદરા 

વડોદરા : હુસેપુર ગામે વિશ્વામિત્રી નદીમાં ટ્રેક્ટર ખાબકતાં 3 લોકો ડૂબ્યા, 2 લોકોનું રેસ્ક્યૂ, વૃદ્ધની શોધખોળ

કોઝ-વેના પુલ પરથી ટ્રેક્ટર અચાનક વિશ્વામિત્રી નદીમાં પલટી મારી જતાં ત્રણેય લોકો નદીમાં ડૂબ્યા હતા

વડોદરા : હુસેપુર ગામે વિશ્વામિત્રી નદીમાં ટ્રેક્ટર ખાબકતાં 3 લોકો ડૂબ્યા, 2 લોકોનું રેસ્ક્યૂ, વૃદ્ધની શોધખોળ
X

વડોદરા જિલ્લાના પાદરા-કરજણ રોડ પર હુસેપુર નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે કોઝ-વે પરથી સામે પાર વાડી જતું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું, ત્યારે ટ્રેક્ટરમાં સવાર 3 લોકો વિશ્વામિત્રી નદીમાં ખાબકતા ડૂબ્યા હતા. આ 3 પૈકી 2 લોકોને સ્થાનિક ગ્રામજનોએ રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. પરંતુ, એક વ્યક્તિનો પત્તો નહીં લાગતાં સતત બીજા દિવસે પણ તેની શોધખોળ કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના હુસેપુર ગામ નજીક વિશ્વામિત્રી નદીના કોઝ-વે પરથી સામે આવેલ વાડી તરફ 3 લોકો ટ્રેક્ટર લઈને જતા હતા, ત્યારે કોઝ-વેના પુલ પરથી ટ્રેક્ટર અચાનક વિશ્વામિત્રી નદીમાં પલટી મારી જતાં ત્રણેય લોકો નદીમાં ડૂબ્યા હતા. બનાવ સંદર્ભે નજીકના ગામ લોકોએ ડૂબેલા 3 લોકો પૈકી 2 લોકોને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. પરંતુ ત્રીજો વ્યક્તિ નદીના ઊંડાણમાં ટ્રેક્ટર સહિત ગરકાવ થતાં તેની શોધખોળ આરંભી હતી.

જોકે, તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. બનાવની જાણ થતાં જ પાદરા તાલુકા મામલતદાર, તાલુકા પંચાયત, પાદરા પોલીસ સહિતના વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી આવી ડૂબેલા વૃદ્ધની શોધખોળ શરૂ કરી હતી. તો બીજી તરફ, નદીમાં મગર વધુ હોવાથી લાપતા વૃદ્ધની શોધખોળ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, ગુમ વૃદ્ધને મગરોએ ફાડી ખાધા હોવાની પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે સતત બીજા દિવસે પણ તંત્ર દ્વારા વૃદ્ધની શોધખોળ કરવામાં આવી હતી.

Next Story