વડોદરા : રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર વધુ 5 શખ્સો ઝડપાયા, 1 આરોપીના રિમાન્ડ મંજૂર

રામનવમીના દિવસે નીકળેલી ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા ઉપર થયેલા પથ્થરમારા મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા

New Update
વડોદરા : રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર વધુ 5 શખ્સો ઝડપાયા, 1 આરોપીના રિમાન્ડ મંજૂર

વડોદરા શહેરમાં રામનવમીના દિવસે નીકળેલી ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા ઉપર થયેલા પથ્થરમારા મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે 1 આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે અન્ય 4 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ આપ્યો હતો.

વડોદરામાં રામનવમીએ નીકળેલી શોભાયાત્રામાં પથ્થર મારવાની ઘટના બાદ ફતેપુરા, કુંભારવાડા,યાકુતપુરા સહિતના વિસ્તારોમાં થયેલા તોફાનો મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં એક બાદ એક તોફાની તત્વોની અટકાયત કરવામાં આવી રહી છે, ત્યારે વધુ 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે મોઈન ઝાકીર હુસેન શેખ, શાહિલ દૂધવાલા, ઝાહીર શેખ, મોહમ્મદ શોએબ શેખ અને હરેશ શરાણિયાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં 5 આરોપીઓ પૈકી કોર્ટે 1 આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે અન્ય 4 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ આપ્યો હતો.