વડોદરા: 7 ફૂટનો મગર તોફાની બનતા રેસ્ક્યુ ટીમનો પરસેવો પડાવી દીધો

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા નવલખી ગ્રાઉન્ડના કૃત્રિમ તળાવના ગેટમાં 7 ફૂટનો મગર ફસાયો હતો.

New Update

વડોદરા શહેરમાં મગરનો ભય યથાવત

7 ફૂટના મગરની તોફાની હરકત 

મગરે આપ્યો રેસ્ક્યુ ટીમને પડકાર

પલટી મારીને દોરીમાંથી છટકી ગયો મગર

2 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ ટીમને મળી સફળતા  

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા નવલખી ગ્રાઉન્ડના કૃત્રિમ તળાવના ગેટમાં ફૂટનો મગર ફસાયો હતો. જેનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે મળીને કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું. 

વડોદરા શહેરની માધ્યમથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠે નવલખી ગ્રાઉન્ડના કૃત્રિમ તળાવના ગેટમાં એક મગર સ્થાનિકોએ ફસાયેલો જોયો હતો,જે અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમને કરવામાં આવી હતી, અને મગર રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર દોડી આવીને મગરનું રેસ્ક્યુ કરવાની જહેમત શરૂ કરવામાં આવી હતી.મગરની તોફાની હરકતોથી કાબુ કરવામાં રેસ્ક્યૂ ટીમને પરસેવો વળી ગયો હતો. મગર બે ત્રણ પલટી મારીને દોરી માંથી પણ છટકી ગયો હતો.જોકે છેવટે મગરનું રેસ્ક્યુ કરવામાં ટીમને સફળતા મળી હતી.અને મગરને પાંજરામાં પુરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. 

#Gujarat #Vadodara #rescued #crocodile #Vishwamitri river
Here are a few more articles:
Read the Next Article